એક્ટર ટાઈગર શ્રોફના જિમ ટ્રેનરનું થયું નિધન- એક્ટરે વ્યક્ત કર્યો શોક
- ટાઈગર શ્રોફના જિમ ટ્રેનર કૈઝાદ કપાડિયાનું નિધન
- એક્ટરે પોસ્ટ શેર કરી આપી શ્રદ્ધાંજલી
મુંબઈઃ- બોલિવૂડમાં ડાન્સ હિરો તરીકેની ઈમેજ બનાવીને જાણીતા બનેલા ટાઈગર શ્રોફ હાલ આઘાતમાં સપડાયા છે, વાત જાણે એમ છે કે, ટાઈગરના જિમ ટ્રેનર કાઝીદ કપાડિયાનું 13 ઓક્ટોબરના રોજ અચાનક નિધન થયું છે,અભિનેતાએ તેમના નિધનને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ટાઇગર શ્રોફ ફિલ્મના સેટ પર પણ વર્કઆઉટ કરવાનું ક્યારેય ચૂકતા નથી. અભિનેતાને તેના ફિટનેસ ટ્રેનર કૈઝાદ કાપડિયા તરફથી મોટો સપોર્ટ મળતો રહ્યો છે. 13 ઓક્ટોબરના રોજ તેના મૃત્યુ પછી, ટાઇગર તેને શ્રદ્ધાંજલિ આપવા માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. જોકે ટ્રેનરના મૃત્યુનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી, કૈઝાદનો ફોટો શેર કરતી વખતે ટાઇગરે લખ્યું, ‘સેર્ટ ઈન પાવર કૈઝાદ સર’.
કૈઝાદ કાપડિયા ફિટનેસની દુનિયાનું એક જાણીતું નામ છે. તે ઘણા સેલેબ્સના ટ્રેનર રહી ચૂક્યા છે. કૈઝાદ મુંબઈમાં ફિટનેસ એકેડમી કે 11 એકેડમી ઓફ ફિટનેસ સાયન્સના માલિક પણ હતા અને બોલિવૂડની ઘણી હસ્તીઓ માટે ફિટનેસ ટ્રેનર તરીકે કામ કર્યું હતું. આવી સ્થિતિમાં તેમના નિધનથી બોલિવૂડમાં શોકનું મોઝુ ફળી વળ્યું છે,તેમના પાસેના લોકો ઘણા આઘાતમાં સપડાયા છે, તેમું એક બીજુ કારણ એ પણ છે કે તેમની અટલી ઉંમર પણ નહોતી,નાની વયે તેઓ આ દુનિયાને અલવિદા કહ્યું છે, ટાઇગર શ્રોફની સાથે સાથે ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે પણ કૈઝાદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.