![‘બ્રેકિંગ ઈન્ડિયા’ પુસ્તકની ગુજરાતી આવૃત્તિનો ઑનલાઇન વિમોચન સમારંભ](https://www.revoi.in/wp-content/uploads/2021/10/Breaking-India-2.jpg)
- બ્રેકિંગ ઇન્ડિયા પુસ્તકનો ઑનલાઇન વિમોચન સમારંભ યોજાયો
- સમારંભના મુખ્ય અતિથિ તરીકે સુપ્રીમ કોર્ટના વકીલ સુશ્રી મોનિકા ઉપસ્થિત રહ્યા હતા
- અહીંયા આપેલી લિંક પરથી તમે સમગ્ર સમારંભ જોઇ શકો છો
અમદાવાદ: ભારતના ટુકડા કરવાની માનસિકતા“બ્રેકિંગ ઈન્ડિયા” તરીકે ઓળખાય છે. ડાબેરી ઉપરાંત ખ્રિસ્તી મિશનરીઓ તેમજ જેહાદી ફંડિંગથી ચાલતી સંસ્થાઓ બ્રેકિંગ ઈન્ડિયા (Breaking India) પરિબળો છે. તેમનો ઈરાદો સમગ્ર હિન્દુસ્થાનને છિન્નભિન્ન કરી નાખવાનો છે. બ્રેકિંગ ઈન્ડિયા પરિબળો આ કામ ઘણા દાયકાથી કરી રહ્યા છે. તેની સામે અમેરિકા સ્થિત લેખક રાજીવ મલ્હોત્રાએ તથા દક્ષિણ ભારતમાં વસતા અરવિન્દન નીલકન્દન સાથે મળીને “બ્રેકિંગ ઈન્ડિયા” નામે પુસ્તક લખ્યું.
આ પુસ્તકનું ઑનલાઇન વિમોચન આસો સુદ સાતમ, 2077ને મંગળવારે (12-10-2021) થયું. ઑનલાઇન વિમોચન દરમિયાન પુસ્તકના લેખક રાજીવ મલ્હોત્રા અમેરિકાથી, પુસ્તકના અનુવાદક ઉદિત શાહ કેનેડાથી જોડાયા હતા. વિમોચન સમારંભના મુખ્ય અતિથિ સુપ્રીમ કોર્ટના પ્રખર રાષ્ટ્રવાદી વકીલ સુશ્રી મોનિકા અરોરા દિલ્હીથી જોડાયા હતા. જ્યારે આ પુસ્તકના અનુવાદમાં સહાય કરનાર અલકેશ પટેલ, પત્રકારત્વ સંસ્થા એનઆઈએમસીજેના ડિરેક્ટર ડૉ. શિરીષ કાશીકર, સિનિયર પત્રકાર – લેખક કિશોર મકવાણા કર્ણાવતી (અમદાવાદ)થી જોડાયા હતા. પુસ્તક પ્રકાશન સંસ્થા સાહિત્ય સંગમના વડા ચિંતન નાયક પણ સુરતથી જોડાયા હતા.
આ ઉપરાંત સિનિયર પત્રકાર – લેખક સૌરભ શાહ, નયા પડકારના તંત્રી જશવંત રાવલ, પાર્લામેન્ટ ઑફ રિલિજિયનના ભારતના પ્રતિનિધિ ડૉ. જયેશ શાહ, અનુવાદક જેલમ વોરા, સાંઈ મીડિયા જૂથના તંત્રી જિતેન્દ્ર પટેલ, સંઘના પ્રદેશ પ્રચાર પ્રમુખ વિજય ઠાકર, સીધી ખબર સમાચાર પોર્ટલના તંત્રી અને લેખક જ્વલંત નાયક સહિત ભારત અને અમેરિકાના અન્ય હજારો લોકો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા.
આ પુસ્તક વાંચો ત્યારે ભારતની રાજકીય સ્થિતિ, સામાજિક સ્થિતિ, ધાર્મિક સ્થિતિ વિશે અને એ ક્ષેત્રોમાં થઈ રહેલી ગતિવિધિ વિશે આપણને સ્પષ્ટ ખ્યાલ આવવા લાગે. જેમ કે, દિલ્હીની જેએનયુમાં ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચારો કેમ થયા?રોહિત વેમુલા પ્રકરણ શા માટે ચગાવવામાં આવ્યું હતું? દાદરીની ઘટનામાં તમામ રાજકીય પક્ષો કેમ આટલો ઊંડો રસ લેતા હતા? સીએએ કાયદાના વિરોધમાં શાહીનબાગમાં આટલો લાંબો સમય આંદોલન કેમ ચાલ્યું અને તેની પાછળ કયા પરિબળો હતા? ખેડૂત આંદોલનને એક વર્ષ થવા આવ્યું તો પણ હજુ કેમ ચાલુ છે, કોણ દોરીસંચાર કરે છે? અને ભાજપ સિવાયના રાજકીય પક્ષોને એમાં શો રસ છે? કોરોનાના બીજા વેવ વખતે ઑક્સિજનની અછત ઊભી કરવા પાછળ કયાં પરિબળો હતા? ભારતીય રસી વિરુદ્ધ કોણ અભિયાન ચલાવતા હતા?
પ્રોગ્રામને યૂટ્યુબ પર અહીંયા નિહાળો
આવા તમામ પ્રશ્નોના જવાબ ચપટીમાં સમજવા હોય તો બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તકનું વાચન આવશ્યક છે.
પ્રોગ્રામ માણવા માટે નીચેની ફેસબૂક લિંક પર ક્લિક કરો