1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાએ ભારતમાં 5જી  ટેકનોલોજી વિરુદ્ધ ફરીયાદ દાખલ કરીઃ- 2જી જૂનના રોજ સુનાવણી
બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાએ ભારતમાં 5જી  ટેકનોલોજી વિરુદ્ધ ફરીયાદ દાખલ કરીઃ- 2જી જૂનના રોજ સુનાવણી

બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાએ ભારતમાં 5જી  ટેકનોલોજી વિરુદ્ધ ફરીયાદ દાખલ કરીઃ- 2જી જૂનના રોજ સુનાવણી

0
Social Share
  • અભિનેત્રી જૂહી ચાવલાએ 5જી ટેકનોલોજી સામે વાંધો ઉઠાવ્યો
  • 2જી જૂનના રોજ કોર્ટમાં  થશે આ મામલે સુનાવણી

દિલ્હીઃ- બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલા તેની કેટલીક બાબતોને લઈને હંમેશા સ્પષ્ટ જોવા મળે છે અને દરેક મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી રહે છે. આ સાથે, તે લોકોને સલામતી, સ્વચ્છતા અને અન્ય મહત્વપૂર્ણ બાબતો વિશે જાગૃત કરતી રહે છે.ત્યારે હવે ભારતમાં ટૂંક સમયમાં 5 જી ટેક્નોલોજી લાગુ કરવામાં આવી રહી છે. તેને લઈને જૂહી ચાવલાએ અવાજ ઉઠાવ્યો છે.

5જી ટેકનોલોજી જેની અસર વાતાવરણની સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે. આ માટે જુહી ચાવલા ઘણા સમયથી 5 જી મોબાઇલ ટાવરમાંથી નીકળતી હાનિકારક રેડિયેશન સામે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેણે તેની સામે હવે કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે, જેના માટે આજે પ્રથમ સુનાવણી યોજાવાની હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે, અભિનેત્રીની અરજી બીજી બેંચમાં ટ્રાન્સફર થઈ હતી અને હવે તેની સુનાવણી 2 જૂને થશે.

જૂહી ચાવલાએ 5જી નેટવર્ક બાબતે વિચાર કરવા જણાવ્યું

જુહી ચાવલાએ કરેલી આ અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે 5 જી ટેક્નોલોજીના અમલીકરણને ધ્યાનમાં લેતા પહેલા, તેનાથી સંબંધિત તમામ પ્રકારના અધ્યયનને નજીકથી જોવું અને પરખવું જોઈએ અને તે પછી જ ભારતમાં આ તકનીકી લાગુ કરવાનો વિચાર કરવો જોઈએ

આ અરજીમાં જુહી ચાવલાએ ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન્સ મંત્રાલયને 5 જી ટેક્નોલજીના અમલીકરણના સામાન્ય લોકો, તમામ પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિ અને પર્યાવરણ પરના પ્રભાવ અને આ પ્રકારના અહેવાલોના આધારે વિગતવાર અભ્યાસ કરવા જણાવ્યું છે. ભારતમાં અમલ કરવા અને ન કરવા અંગે નિર્ણય લેવા અપીલ કરી છે.

જૂહી ચાવલાએ કહ્યું અમે નવી ટેકનોલોજીની વિરુદ્ધ નથી પરંતુ તેનાથી થતા નુકશાનને નજર યઅંદાજ ન કરવું જોઈએ

આ સમગ્ર મામલે અભિનેત્રીએ કહ્યું, ‘અમે એડવાન્સ ટેકનોલોજીની વિરુદ્ધ નથી. અમે નવીનતમ ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં ખુબ ખુશ છીએ જે અમને વધુ સારી તકનીક આપે છે. વાયરલેસ ક્ષેત્રે પણ. જો કે, અમે મુશ્કેલીમાં પણ છીએ કે વાયરફ્રી ગેજેટ્સ અને નેટવર્ક સેલ ટાવર્સ સંબંધિત આપણું પોતાનું સંશોધન અને અભ્યાસ સ્પષ્ટપણે દર્શાવે છે કે આવા રેડિયેશન લોકોના સ્વાસ્થ્ય અને તેમની સલામતી માટે ખૂબ નુકસાનકારક છે. ‘

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code