1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી કોરોના પોઝિટિવઃ પોસ્ટ શેર કરીને કહ્યું જીવનથી જરુરી કઈ નથી
બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી કોરોના પોઝિટિવઃ પોસ્ટ શેર કરીને કહ્યું જીવનથી જરુરી કઈ નથી

બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી કોરોના પોઝિટિવઃ પોસ્ટ શેર કરીને કહ્યું જીવનથી જરુરી કઈ નથી

0
Social Share
  • અભિનેત્રી નૌર ફતેહી કોરોના પોઝિટિવ
  • પોસ્ટ શેર કરીને આપી માહિતી

મુંબઈઃ- સમગ્ર દેશભરમાં ઓમિક્રોન નો કહેર વર્તાય રહ્યો છે આ સાથે જ કોરોનના કેસોમાં પણ વધારો થયો છે.કોરોના એ હવે સેલિબ્રિટીઓ ને પોતાની ઝપેટમાં લેવાનું ચાલુ કર્યું છે .ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક બોલિવૂડ સ્ટાર્સના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વીતેલા દિવસે બુધવારના રોજ અર્જુન કપૂરને કોરોના હોવાના સમાચાર આવ્યા હતા. હવે ‘દિલબર ગર્લ’ નોરા ફતેહી પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે નોરા હાલ હોમ ક્વોરેન્ટાઈનમાં છે. નોરાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેના કોરોના સંક્રમિત થવાના સમાચારની જાણ કરી છે. નોરાના પ્રવક્તાએ જારી કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 28 ડિસેમ્બરે તેણી કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

નોરાએ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, મિત્રો, કમનસીબે હું હાલમાં કોરોના સામે લડી રહી છું. કોરોના એ ખરેખર મને ઘણી પ્રભાવિત કરી છે. હાલમાં હું ડોકટરોની દેખરેખ હેઠળ છું. મહેરબાની કરીને તમે બધા સુરક્ષિત રહો, માસ્ક પહેરો, તે કોઈને પણ થઈ શકે છે. જીવન કરતાં વધુ મહત્વનું કંઈ જ નથી

બોલીવુડ જગતમાં સૌથી પહેલા કરીના અને અમૃતા અરોરાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ઘણા સ્ટાર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જેને લઈને ભયનો માહોલ સર્જાયો હતો. કપૂર પરિવારમાં અર્જુન કપૂર સહિત અંશુલા કપૂર, રિયા કપૂરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ દિલ્હી બાદ જોવા મળે છે. મુંબઈમાં ઓમિક્રોન અને કોરોનાના વધતા જતા કેસોની શૂટિંગ પર અસર થવા લાગી છે. કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મોની રિલીઝ પણ મોકૂફ રાખવામાં આવી છે.ત્યારે હવે બોલિવુડ પણ કોરોનાએ પગપેસરો કરી દીધો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code