
બોલીવુડઃ ફિલ્મ સેલ્ફિમાં અક્ષયકુમાર અને ઈમરાન હાશમી ફરી એકવાર સાથે જોવા મળશે
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી ફિલ્મ ‘સેલ્ફી’માં સાથે કામ કરતા જોવા મળશે. બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહર તેમના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ ડ્રામા-કોમેડી ફિલ્મ ‘સેલ્ફી’ બનાવવા જઈ રહ્યો છે. સેલ્ફી ફિલ્મ સુપરહિટ મલયાલમ ફિલ્મ ‘ડ્રાઇવિંગ લાયસન્સ’ની રિમેક છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી લીડ રોલમાં જોવા મળશે.
આ ફિલ્મનું નિર્માણ સાઉથના સુપરસ્ટાર અને નિર્માતા પૃથ્વીરાજ સુકુમારન અને મેજિક ફ્રેમ્સ સાથે મળીને કરશે, જેઓ આ વાર્તા અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ સાથે તેમની પ્રથમ મોટી હિન્દી ફિલ્મ ડેબ્યૂ કરશે. ફિલ્મ ‘સેલ્ફી’ રાજ મહેતા દ્વારા નિર્દેશિત કરવામાં આવશે, જેનું નિર્માણ (સ્વ.) અરુણા ભાટિયા, હીરુ યશ જોહર, સુપ્રિયા મેનન, કરણ જોહર, પૃથ્વીરાજ સુકુમારન, અપૂર્વ મહેતા અને લિસ્ટિન સ્ટીફન દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મ 2022માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ધર્મા પ્રોડક્શન્સે દક્ષિણના સુપરસ્ટાર અને નિર્માતા પૃથ્વીરાજ સુકુમારન અને મેજિક ફ્રેમ્સ સાથે મળીને ડ્રામા-કોમેડી ફિલ્મ સેલ્ફીની જાહેરાત કરી છે, જેઓ આ વાર્તા અને કેપ ઑફ ગુડ ફિલ્મ્સ સાથે તેમની પ્રથમ મોટી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કરશે. તે સુપરહિટ મલયાલમ ફિલ્મ ‘ડ્રાઈવિંગ લાઇસન્સ’ની રિમેક છે. ફિલ્મના પોસ્ટરની સાથે તેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.