1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકન ફેશન ડિઝાઇનર Virgil Abloh નું 41 વર્ષની વયે નિધન, બોલિવૂડ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ
અમેરિકન ફેશન ડિઝાઇનર Virgil Abloh નું 41 વર્ષની વયે નિધન, બોલિવૂડ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ

અમેરિકન ફેશન ડિઝાઇનર Virgil Abloh નું 41 વર્ષની વયે નિધન, બોલિવૂડ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ

0
Social Share
  • અમેરિકન ફેશન ડિઝાઇનર Virgil Abloh નું નિધન
  • કેન્સરના કારણે 41 વર્ષની વયે થયું નિધન
  • બોલિવૂડ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ:અમેરિકાના પ્રખ્યાત ફેશન ડિઝાઈનર Virgil Abloh નું કેન્સરને કારણે રવિવારે નિધન થયું હતું.અમેરિકન ફેશન ડિઝાઇનર 41 વર્ષની ઉંમરે આ ગંભીર બીમારીથી હારી ગયા.તેમના નિધનથી સમગ્ર ફેશન અને ફિલ્મ જગતમાં શોકનો માહોલ છે. ફેશન જગત માટે રવિવાર ખરાબ સમાચાર લઈને આવ્યો. આ પ્રતિભાશાળી ફેશન ડિઝાઈનરના નિધન પર હોલિવુડ ઈન્ડસ્ટ્રીની મોટી હસ્તીઓ શોક વ્યક્ત કરી રહી છે તો સાથે જ બોલિવૂડ સેલેબ્સે પણ શોક વ્યક્ત કર્યો છે.

બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન,પ્રિયંકા ચોપડા, સોનમ કપૂર, કરણ જોહર, સહિત અન્ય ઘણી હસ્તીઓએ પોતાનું દુઃખ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું હતું. ફિલ્મ નિર્માતા-નિર્દેશક કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું દુઃખ વ્યક્ત કરતા લખ્યું. આટલી નાની ઉંમરમાં આ ફેશન ડિઝાઈનરના અવસાનથી તેને ખૂબ જ આઘાત લાગ્યો છે.

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પોતાની સ્ટોરી પર ડિઝાઈનરની તસવીર શેર કરતા લખ્યું, “બહુ જલ્દી ચાલ્યા ગયા.” તેમણે આ શબ્દોમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. સોનમ કપૂરે પણ સોશિયલ મીડિયા પર દિવંગત ફેશન ડિઝાઇનરના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સોનમે લખ્યું, “તે ખૂબ જ દુખદ છે, હું તેના પરિવાર માટે સંવેદના અનુભવું છું.આટલા યંગ અને ડાયનામિક.રેસ્ટ ઇન પીસ. આ શ્રદ્ધાંજલિ સંદેશ લખતી વખતે, તેણે વર્જિલ એબ્લોહની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code