1. Home
  2. ગુજરાતી
  3. Bollywood
  4. બોલિવૂડ ક્વિન કંગના રનૌતે સંગીતકાર જાવેદ અખ્તર માનહાનિ કેસને હાઈકોર્ટમાં પડકાર્યો
બોલિવૂડ ક્વિન કંગના રનૌતે સંગીતકાર જાવેદ અખ્તર માનહાનિ કેસને હાઈકોર્ટમાં પડકાર્યો

બોલિવૂડ ક્વિન કંગના રનૌતે સંગીતકાર જાવેદ અખ્તર માનહાનિ કેસને હાઈકોર્ટમાં પડકાર્યો

0
  • કંગનાએ જાવેદ અખ્તર કેસને હાઈકોર્ટમાં પડકાર્યો
  • જાવેદ અખ્તરે કંગના પર માનહાનિનો કેસ કર્યો હતો

 

મુંબઈઃ બોલિવૂડ  ક્વિન કંગના રનૌતે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી ને તેમના સામે સંગીતકાર જાવેદ અખ્તરની  અપરાધિક માનહાનિની ​​ફરિયાદ પર સિટી મેજિસ્ટ્રેટ દ્વારા શરુ કરવામાં આવેલી કાર્યવાહી રદ કરવાનો અનુરોધ કર્યો છે.

એડવોકેટ રિઝવાન સિદ્દીકી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલમાં, કંગના એ દાવો કર્યો હતો કે અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે માત્ર પોલીસ રિપોર્ટ પર આધાર રાખીને તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે અને સાક્ષીઓની સ્વતંત્ર તપાસ કરી પૂછપરછ કરી નથી.

આ સમગ્ર મામલે  અખ્તરે  કંગના વિરુદ્ધ નવેમ્બર 2020 માં મેજિસ્ટ્રેટ સમક્ષ ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં તેમની વિરુદ્ધ માનહાનિ અને પાયાવિહિત ટિપ્પણી કરવાના ગુનામાં ફરિયાદ નોંધાવી હતી.

કોર્ટે ડિસેમ્બરમાં ઉપનગરી જુહુ પોલીસને તપાસ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો હતો. પોલીસે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ગુનો થયો છે અને તે માટે આગળ તપાસની જરૂર છે. આના પર કોર્ટે કંગના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરી અને ફેબ્રુઆરી 2021 માં તેમને સમન્સ જારી કર્યું.

આ સમગ્ર મામલે આવનારા અઠવાડિયામાં સુનાવણી થઈ શકે છે.

કંગનાે કરેલી પોતાની અરજીમાં લખ્યું છે કે, “મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે તપાસ હાથ ધરવા માટે પોતાની શક્તિઓનો ઉપયોગ કર્યો ન હતો પરંતુ તેના બદલે હસ્તાક્ષર કરાયેલા સાક્ષીઓના નિવેદનો એકત્રિત કરવા માટે પોલીસે તંત્રનો ઉપયોગ કર્યો હતો … આ અંગે ક્યારેય સાંભળ્યું નથી,,, અરજીમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં એવી આશંકા છે કે પોલીસે સાક્ષીઓને પ્રભાવિત કર્યા છે અને મેજિસ્ટ્રેટે એફિડેવિટની સાથે સાક્ષીઓનાં નિવેદનો નોંધવા જોઈએ

LEAVE YOUR COMMENT