Homeગુજરાતીબોલિવૂડ સ્ટાર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'ટાઈગર 3' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર 3’ નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ

મુંબઈઃ બોલિવૂડ અભનેતા સલમાન ખાનની ફિલ્મ  એક થા ટાઈગર અને ટાઈગર જીન્દા હે  પછી દર્શકો આતુપરતાથી ટાઈગર 3ની રાહ જોઈ રહ્યા છે ત્યારે આજ રોજ શનિવારે ટાઈગર 3નું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરાની આગામી ફિલ્મ સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ‘ટાઈગર 3’ છે, જે દિવાળીના અવસર પર રિલીઝ થવાની છે. તે જ સમયે, આજે  ‘ટાઈગર 3’નું પહેલું પોસ્ટર લોન્ચ કર્યું છે. આ રિલીઝ થયેલા પોસ્ટરમાં કેટરીના અને સલમાન ખૂબ જ દમદાર લુકમાં જોવા મળી રહ્યા છે, જેને જોયા બાદ ફિલ્મને લઈને ચાહકોના દિલમાં બેચેની વધી ગઈ છે.
‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ની સુપર્બ સક્સેસ બાજ  આદિત્ય ચોપરાએ ‘વોર’ અને ‘પઠાણ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્માણ કર્યું. ‘પઠાણ’ પછી આદિત્ય ચોપરાએ સત્તાવાર રીતે ખુલાસો કર્યો કે તે YRF સ્પાય યુનિવર્સનું નિર્માણ કરી રહ્યો છે. સ્પાય બ્રહ્માંડના ક્રોસઓવરની શરૂઆત ‘પઠાણ’થી થઈ, જેણે શાહરૂખ ખાન અને સલમાન ખાનને એડ્રેનાલિન પમ્પિંગ એક્શન સિક્વન્સમાં એકસાથે લાવ્યા.
YRFએ ‘ટાઈગર 3’નું પહેલું પોસ્ટર સત્તાવાર રીતે જાહેર કર્યું છે.  ‘ટાઈગર 3’ YRF સ્પાય યુનિવર્સ ની પાંચમી ફિલ્મ છે. ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ પછી ‘ટાઈગર 3’ સલમાનની ત્રીજી સ્પાય થ્રિલર ફિલ્મ હશે. આ ફિલ્મનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફ ઉપરાંત એક્ટર ઈમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાનું કહેવાી રહ્યું છે.
સંબંધિત લેખો

Most Popular