નવી દિલ્હીઃ મુંબઈથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળતા મંગળવાર સવારથી જ તંત્ર દોડતું થઈ ગયું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
માહિતી મુજબ ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 762માં લગભગ 200 જેટલા મુસાફરો સવાર હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ બાદ આ ધમકી ‘ગેર-વિશિષ્ટ’ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. એરબસ A321 નિયો વિમાન સવારે અંદાજે 7:53 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર સલામત રીતે ઉતરી ગયું હતું. જો કે, એરલાઇન તરફથી આ મામલે હજી સુધી સત્તાવાર નિવેદન આવ્યું નથી.