
શિયાળાની ઠંડીમાં શ્વાસ લેતા મોઢામાંથી નીકળે છે ઘૂમાડો, શા માટે નીકળે છે જાણો તેનું કારણ
- ઠંડીમાં શા માટે મોઢામાંથી ઘૂમાડો નીકળે છે
- જાણો આ પાછળનુ સરસ મજાનુ કારણ
શિયાળો આવતાની સાથે જ દેશભરમાં ઠંડીએ જોર પકડ્યું છે,જ્યારે શિયાળાની સવારે આપણે ઘરની બહાર નીકળીે છીે અને બગાસું ખાીએ છીએ એટલે ઘીમાડો મોઢામાંથી જાણે બહાર આવતો હોય છે,આ સાથે જ શ્વાસ લેતા હોય ત્યારે ફોગ બહાર આવતી હોય છે ,જો કે આ વાત સૌ કોઈએ અનુભવી હશે અને દરેકને ખબર પણ હશે પણ આ ઘૂમાડો શા માટે નીકળે છે ચાલો તેનું કારણ સમજીએ.
જ્યારે તમે શ્વાસ લો છો, ત્યારે તમારું શરીર આસપાસના વાતાવરણમાંથી ઓક્સિજન શોષી લે છે. જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો, ત્યારે તમારા ફેફસાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. જો કે, તમારા શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કરતાં વધુ છે. તેમાં નાઈટ્રોજન, ઓક્સિજન અને આર્ગોન પણ હોય છે.
એટલે જ્યારે રે તમે શ્વાસ બહાર કાઢો છોત્યારે તમારા શ્વાસમાં ભેજ હોય છે કારણ કે તમારું મોં અને ફેફસાં ભેજવાળા હોય છે, દરેક શ્વાસ બહાર નીકળે છે તે પાણીની વરાળએટલે કે પાણીનું ગેસ સ્વરૂપ રુપે બહાર આવે છે તેથી અમને લાગે છે કે ધુમાડો છે. આ કારણથી જ્યારે ઠંડીમાં શ્વાસ લો છો તો ઘૂમાડો બહાર આવે છે.