1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટનના સાંસદે પીએમ મોદીના કર્યા વખાણ, કહ્યું ‘પીએમ મોદી વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંથી એક છે’
બ્રિટનના સાંસદે પીએમ મોદીના કર્યા વખાણ, કહ્યું ‘પીએમ મોદી વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંથી એક છે’

બ્રિટનના સાંસદે પીએમ મોદીના કર્યા વખાણ, કહ્યું ‘પીએમ મોદી વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંથી એક છે’

0
Social Share
  • પીએમ મોદીના વિશ્વભરમાં વખાણ
  • હવે બ્રિટનના સાંસદે પીએમ મોદીની કરી તારીફ

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી તેમણે અથાગ પ્રતય્નો કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવાની દિશામાં કામ કર્યું છે જો કે આ બબાતે સ્પષ્ટપણે જોઈ પણ શકાય છે આજે ભારત દરેક ક્ષેત્રમાં વિદેશ સાથે કદમ મિલાવી રહ્યું છે ત્યારે હવે પીએમ મોદીના વખાણ બ્રિટનના સાંસદ કરણ બિલીમોરિયાએ કર્યા છે

વાત જાણે એમ છે કે આ નેતાએ 19 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને “વિશ્વના સૌથી શક્તિશાળી માણસોમાંના એક” ગણાવ્યા. તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ સાથે તેમણે ભારત અને બ્રિટનના સંબંધો વિશે પણ વાત કરી હતી.

આ વાત સાંસદમાં બિલીમોરીયા દ્રારા ત્યારે કહેવામાં આવી કે જ્યારે   ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી બાદ સંસદમાં ચર્ચા થઈ, તેમણે કહ્યું કે “નાનપણમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના રેલવે સ્ટેશન પર તેમના પિતાની  દુકાન પર ચા વેચી હતી. આજે તેઓ ભારતના વડાપ્રધાન તરીકે આ પૃથ્વી પરના સૌથી શક્તિશાળી લોકોમાંથઈ એક વ્યક્તિ છે.આ સહીત તેમણે  ભારતની પ્રશંસા કરતાં કહ્યું હતું કે “આજે ભારત પાસે G20નું પ્રમુખપદ છે. આગામી 25 વર્ષોમાં USD 32 બિલિયનના GDP સાથે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું ભારતનું વિઝન છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code