Homeગુજરાતીબ્રિટિશ પીએમ બોરિસ જોનસનએ કેરી સાયમન્ડ્સ સાથે કર્યા લગન- રિપોર્ટ

બ્રિટિશ પીએમ બોરિસ જોનસનએ કેરી સાયમન્ડ્સ સાથે કર્યા લગન- રિપોર્ટ

  • બ્રિટિશ મીડિયાએ કર્યો ખુલાસો
  • બ્રિટિશ પીએમ જોનસને ત્રીજીવાર કર્યા લગન
  • પહેલા બે વાર પણ થઈ ગયા છે છૂટાછેડા

દિલ્લી: બ્રિટિશ પીએમ પોતાના જીવનમાં ત્રીજીવાર લગ્ન કર્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ લગ્નમાં તમામ મહેમાનોને અંતિમ સમયે જ આમંત્રણ પાઠવવામાં આવ્યા હતા. ત્યાં સુધી કે જોનસનની ઓફિસના સીનિયર અધિકારીઓને પણ લગ્નને લઈ જાણકારી નહોતી. કોવિડ-19 મહામારીના કારણે બ્રિટનમાં હાલના સમયમાં લગ્નમાં માત્ર 30 લોકો જ સામેલ થવાની મંજૂરી મળે છે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનએ પોતાની મંગેતર કૈરી સાઇમન્ડ્સ સાથે એક સિક્રેટ સેરેમનીમાં લગ્ન કરી દીધા છે. બ્રિટન મીડિયા અનુસાર આ સમારોહ શનિવારે વેસ્ટમિંસ્ટર કેથેડ્રલમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

56 વર્ષીય બોરિસ જોનસન 2019થી વડાપ્રધાન બન્યા બાદથી જ ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાની 33 વર્ષીય મંગેતર કૈરી સાઇમન્ડ્સની સાથે રહે છે. ગયા વર્ષે બંનેએ પોતાના સંબંધોને લઈ ઘોષણા કરી હતી અને આવનારા બાળક વિશે પણ જણાવ્યું હતું. એપ્રિલ 2020માં તેમને દીકરો થયો હતો. તેનું નામ વિલફ્રેડ લૉરી નિકોલેસ જોનસન પાડવામાં આવ્યું છે.

જો કે મહત્વની વાત એ છે કે જોનસનની ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસની મહિલા પ્રવક્તાએ આ રિપોર્ટ પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. બ્રિટિશ પીએમ બોરિસ જોનસનની અંગત જીંદગી પણ ખુબ ડિસ્ટર્બ છે. બ્રિટિશ મીડિયાના રિપોર્ટ અનુસાર એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે ખોટું બોલવાના કારણે વિપક્ષમાં રહેતા બોરિસ જોનસનને એક વાર કન્ઝર્વેર્ટિવ પાર્ટીની પોલિસી ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના બે વાર છૂટાછેડા થઈ ચૂક્યા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img