Homeગુજરાતીબજેટને પગલે શેરબજારમાં તેજી, બીએસઈ અને એનએસજી લીલા નિશાન કરી રહ્યું છે...

બજેટને પગલે શેરબજારમાં તેજી, બીએસઈ અને એનએસજી લીલા નિશાન કરી રહ્યું છે ટ્રેન્ડ

નવી દિલ્હીઃ અંતરિમ બજેટના દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી. પોઝિટિવ શરુઆત બાદ બજારમાં સુસ્તી દેખાઈ હતી. જો કે, પ્રારંભિક દબાણમાંથી નીકળીને બજાર ફરીથી લીલા નિશાન ઉપર પરત ફર્યું હતું. ગુરુવારે સેંસેક્સ 219.05 પોઈન્ટના વધારા સાથે 71960.01ના પોઈન્ટ ઉપર પહોંચ્યું હતું. જ્યારે નિફ્ટી 58.46 પોઈન્ટના વધારા સાથે 21784.15 પોઈન્ટ ઉપર વેપાર કરી રહ્યું હતું. બજારમાં સૌથી વધારે તેજી ઓટો, મીડિયા અને ફાર્મા સેક્ટરના શેરમાં જ્યારે આઈટી સેક્ટરમાં દબાણ જોવા મળ્યુ હતું.

તાજેતરના વર્ષોમાં ઇક્વિટી માર્કેટ પર કેન્દ્રીય બજેટની અસર ઓછી થઈ હોવા છતાં, બજાર બજેટ પર નજર રાખવાનું ચાલુ રાખે છે. દલાલ સ્ટ્રીટ પર બજેટની અસરને અવગણી શકાય નહીં. બજેટમાં કરાયેલી જાહેરાતોના આધારે બજારમાં વધઘટ થઈ શકે છે.

સંબંધિત લેખો

Most Popular