1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુમાં BSF એ શોધી કાઢી ગુપ્ત સુરંગ – આતંકીઓનું અમરનાથ યાત્રા રોકવાનું ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું
જમ્મુમાં BSF એ શોધી કાઢી ગુપ્ત સુરંગ – આતંકીઓનું અમરનાથ યાત્રા રોકવાનું ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

જમ્મુમાં BSF એ શોધી કાઢી ગુપ્ત સુરંગ – આતંકીઓનું અમરનાથ યાત્રા રોકવાનું ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

0
Social Share
  • જમ્મુમાં BSF એ શોધી કાઢી ગુપ્ત સુરંગ 
  • આ સુરંગ પાકિસ્તાન તરફથી બનાવામાં આવી હોવાની શંકા
  • આતંકીઓનું અમરનાથ યાત્રા રોકવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ

 

શ્રીનગર – બોર્ડર સિક્યોરિટી ફોર્સ સતત દેશની રક્ષા માટે ખડે પગે રહે છે આવી સ્થિતિમાં તાજેતરમાં તેઓન મોટી સફળતા મળી છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે બીએસએફના જવાનોએ  એ જમ્મુના સાંબા સેક્ટરમાં એક સુરંગ શોધી કાઢી છે.

આ ગુપ્જેત સુરંગ પાકિસ્તાન વતી બનાવવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે.આી ઘટનાને મામલે બીએસએફનું માનવું છે કે પાકિસ્તાન અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે આ સુરંગ દ્વારા આતંકવાદીઓને મોકલવાનો પ્રયાસ કરી રહ્યું હોઈ શકે છે.. આ સુરંગ શોધીને BSFએ અમરનાથ યાત્રામાં વિક્ષેપ પાડવાની પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે.

મળતી માહિતી મુજબ, આ ટનલ લગભગ 2 ફૂટ પહોળી  જોવા મળી છે અને 21 માટી ભરેલી કોથળીઓ પણ નીકાળવામાં આવી છે, જેનો ઉપયોગ ટનલને મજબૂત કરવા માટે કરવામાં આવ્યો હતો. છેલ્લા દોઢ વર્ષમાં, BSFએ આ પાંચમી સુરંગ શોધી કાઢી છે, જેનો ઉપયોગ પાકિસ્તાન આતંકવાદીઓને મોકલવા અને હથિયારો અને ડ્રગ્સની દાણચોરી માટે કરતું આવ્યું છે.

બીએસએફના પ્રવક્તાએ એક નિવેદનમાં આ મામલે જણાવ્યું હતું કે 4 મે ના રોજ “પાકિસ્તાનની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવતા બીએશએફના જવાનોએ જમ્મુમાં સાંબા વિસ્તારની સામે બીઓપી ચક ફકીરાના વિસ્તારમાં એક સીમા પાર ટનલ શોધી કાઢી હતી.” “આ ટનલની શોધ એ પ્રદેશમાં હાથ ધરવામાં આવેલ અઠવાડિયા સુધી ચાલેલી સુરંગ વિરોધી કવાયત દરમિયાન  સૈનિકોના સખત અને સતત પ્રયત્નોનું પરિણામ છે,આ સુરંગની લંબાઈ અંદાજે 150 મીટર હોવાનું કહેવાઈ રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code