1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છના હરામીનાળા પાસે 11 બોટ પકડાયા બાદ BSFએ 6 ઘુંસણખોર શોધી કાઢ્યા
કચ્છના હરામીનાળા પાસે 11 બોટ પકડાયા બાદ BSFએ 6 ઘુંસણખોર શોધી કાઢ્યા

કચ્છના હરામીનાળા પાસે 11 બોટ પકડાયા બાદ BSFએ 6 ઘુંસણખોર શોધી કાઢ્યા

0
Social Share

ભૂજઃ પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છના હરામી નાળા વિસ્તાર ઘૂંસણખોરો માટેનું દ્વાર ગણાય છે. બીએસએફની બાજ નજર હોવા છતાં 11 પાકિસ્તાની બીનવારસી બોટ પકડાતા બીએસએફ દ્વારા એરફોર્સ અને પોલીસની મદદ લઈને સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં બીએસએફના કમાન્ડોએ 6 ઘૂંસણખોરોને શોધી કાઢ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લાની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પરના દરિયાઈ હરામીનાળા વિસ્તારમાં ગુરૂવારે સવારથી સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા પૂર્વ બાતમીના આધારે નાપાક ઘુસણખોરી ડામવા મહા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. દરમિયાન ભારતીય વિસ્તારમાં ઘુસી આવેલી 11 માછીમારી બોટ ઝડપી પાડયાં બાદ આજે અટપટી ક્રિકનો લાભ લઇ બોટ મૂકીને દેશની સીમા અંદર છુપાઈ ગયેલા 6 પાકિસ્તાની ઘુસણખોરોને આજે શુકવારે એરફોર્સ, પોલીસના સહયોગ સાથે BSF દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત હજુ વધુ ઘુસણખોરો ક્રિક વિસ્તારમાં છુપાયા હોવાની આશંકાએ મહા શોધઅભિયાન ચાલુ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના લખપત પાસેના નાપાક ઘુસણખોરી માટે પકાયેલા હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની માછીમારોની વ્યાપક હિલચાલની માહિતી મળ્યા બાદ BSFની 59 બટાલિયન દ્વારા ક્રિક એરિયાના અલગ અલગ વિસ્તારમાં શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ માટે સ્થાનિક પોલીસ અને એરફોર્સની પણ મદદ સથે ત્રણ ટીમમાં કુલ 40 કમાન્ડો આ કાર્યવાહીમાં જોડાયા છે. તેના અંતર્ગત ગઈકાલે 11 પાકિસ્તાની માછીમારી બોટ પકડાયા બાદ આજે અટપટી ક્રિકનો ગેરલાભ લઈ નાસી છૂટેલા 3 પાકિસ્તાની ઘુસણખોર ઝડપાઇ ગયા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હરામી નાળા વિસ્તારમાં સર્ચ અભિયાન પડકારજનક હતું. 300 વર્ગ મીટરની ત્રિજયામાં શોધ અભિયાન સીમા દળો માટે કાદવ, કીચડ, ચેરીયા વન અને દરિયાઈ પાણીમાં આવતી ભરતીના કારણે ખુબજ પડકારજનક હોવા છતાં ઘુસણખોરીને સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવી છે. આજે બીજા દિવસે પણ આ મહા શોધ અભિયાન ગુજરાત સીમા સુરક્ષા દળના વડા જી.એસ. માલિકની સીધી દેખરેખ હેઠળ સર્ચ અભિયાન હાથ ધરાયું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code