1. Home
  2. ગુજરાતી
  3. પંજાબમાં બીએસએફના જવાનોને મળી સફળતા, ડ્રગ્સની તસ્કરી કરતા ડ્રોનને સીમા પાસે તોડી પાડવામાં આવ્યું
પંજાબમાં બીએસએફના જવાનોને મળી સફળતા,  ડ્રગ્સની તસ્કરી કરતા ડ્રોનને સીમા પાસે તોડી પાડવામાં આવ્યું

પંજાબમાં બીએસએફના જવાનોને મળી સફળતા, ડ્રગ્સની તસ્કરી કરતા ડ્રોનને સીમા પાસે તોડી પાડવામાં આવ્યું

0
Social Share
  • પંજાબની સરહદ પાસે તસ્કરી કરતું ડ્રોન તોડી પડાયું
  • બીએસએફના જવાનોને મળી સફળતા

ચંદગિઢઃ- પંજાબ સરહદ પર અવાનર નવાર પાકિસ્તાન દેશ તરફથીસ ઘુસણખોરીની ઘટનાઓ સામે આવતી હોય છે તો સાથે જ ડ્રોન દ્રારા ડ્રગ્સ કે હથિયારો સીમા પાર મોલકવામાં આવતા હોય છે ત્યારે ફરી એક ડ્રગ્સ લઈને આવેતા ડ્રોનને સેનાના જવાનોએ અહી તોડી પાડ્યું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે સરહદ પારથી આવતા ડ્રોન અને ડ્રગ્સ સામે પંજાબ BSFની કાર્યવાહી સામે આવી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ પંજાબ બોર્ડર દ્વારા  તાજેતરમાં લેવામાં આવેલી બે મોટી કાર્યવાહી વિશે માહિતી આપવામાં આવી છે.

સુરક્ષા દળ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 19 મેના રોજ અંતરીયાળ વિસ્તારમાં તૈનાત સુરક્ષા દળના યુનિટને સવારે 8 વાગ્યેની 55 મિનિટ આસપાસ  અમૃતસરની બીજી તરફ ધારીવાલ ગામમાં ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો  આ કાર્યવાહી બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં BSFની ટુકડી દ્વારા ગામના ખેતરોમાંથી કાળા રંગનું ડ્રોનક્વાડકોપ્ટર, DJI મેટ્રિસ 300 RTK આંશિક રીતે તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું.

બીજી ઘટના વિશે વાત કરતા સેનાએ માહિતી આપી બીજી કાર્યવાહી જિલ્લાના રતનખુર્દમાં કરવામાં આવી હતી. અહીં પણ સુરક્ષા દળોએ અવાજ સાંભળીને ડ્રોનને તોડી પાડ્યું હતું. ત્યારબાદ આ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં, BSFના જવાનોએ ડ્રોન સાથે જોડાયેલ શંકાસ્પદ માદક દ્રવ્યોના 02 પેકેટ ધરાવતું કન્સાઈનમેન્ટ રિકવર કર્યું હતું.

સરળ ઓળખ માટે પેકેટ સાથે કેટીક ચમકદાર પટ્ટીઓ પણ જોડાયેલી મળી આવી હતી. ઝડપાયેલા શંકાસ્પદ હેરોઈન કન્સાઈનમેન્ટનું કુલ વજન અંદાજે 2.6 કિલો છે. સતર્ક બીએસએફના જવાનોએ ડ્રોન અને ડ્રગ્સના જોખમ સામે લડવાની તેમની પ્રતિબદ્ધતામાં અડગ રહીને આ મિશનને અસફળ બનાવ્યું હતું.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code