1. Home
  2. ગુજરાતી
  3. પંજાબની ભારત-પાકિસ્તાન બોર્ડર પાસેથી BSFના જવાનોને એક-47 સહીત મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા
પંજાબની ભારત-પાકિસ્તાન બોર્ડર પાસેથી BSFના જવાનોને એક-47 સહીત મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા

પંજાબની ભારત-પાકિસ્તાન બોર્ડર પાસેથી BSFના જવાનોને એક-47 સહીત મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા

0
Social Share
  • પાકિસ્તાન સીમા પાસે મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા
  • બીએસએફના જવાનોને એક 47 સહીત હથિયારો મળ્યા

ચંદિગઢઃ- દેશની સીમાઓ પર ભારતના સુરક્ષા જવાનો ખડેપગે રહીને દેશની સુરક્ષા કરી રહ્યા છે ત્યારે પંજાબ પાસે ફિરોઝપુર બોર્ડર પર બીએસએફના જવાનોને મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા હોવાની માહિતી સામે આવી છે

પ્રાપ્ત વિગત પ્રમાણે અધિકારીઓએ જણાવ્યું હતું કે પંજાબમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદેથી ગુરુવારે રાત્રે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા છ AK-47 રાઈફલ્સ, ત્રણ પિસ્તોલ અને 200 ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. રાજ્યના ફિરોઝપુર સેક્ટરમાં સરહદની શૂન્ય લાઇન પાસે કરવામાં આવેલી શોધ દરમિયાન મળી આવેલી બેગમાંથી સાંજે 7 વાગ્યાની આસપાસ આ જથ્થાની રિકવરી કરવામાં આવી હતી.

અધિકારીએ આ બાબતે કહ્યું કે સૈનિકો બોર્ડર ગાર્ડ પોસ્ટની નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે શૂન્ય લાઇન પાસે કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી, જેમાં હથિયારો અને દારૂગોળો હતો. તેને ISI એજન્ટો દ્વારા સરહદ પારથી મોકલવામાં આવે તેવી શક્યતા છે.

બીએસએફના અધિકારીઓએ એફઆઈઆર નોંધવા અને વધુ તપાસ માટે સ્થાનિક પોલીસને જપ્તી અંગે જાણ કરી હતી. આગળની કાર્યવાહી માટે પંજાબ પોલીસને જાણ કરવામાં આવી છે. BSF અધિકારીઓની ફરિયાદ પર, ફાઝિલ્કા ખાતે સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25, 54, 59 હેઠળ FIR નોંધવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code