1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ત્રણ નગરપાલિકામાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ-પાણી પુરવઠા-ભુગર્ભ ગટર યોજનાના કામો માટે સરકારે રૂ. 114.68 કરોડ મંજૂર કર્યાં
ત્રણ નગરપાલિકામાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ-પાણી પુરવઠા-ભુગર્ભ ગટર યોજનાના કામો માટે સરકારે રૂ. 114.68 કરોડ મંજૂર કર્યાં

ત્રણ નગરપાલિકામાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ-પાણી પુરવઠા-ભુગર્ભ ગટર યોજનાના કામો માટે સરકારે રૂ. 114.68 કરોડ મંજૂર કર્યાં

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નગરજનોની સુવિધા સુખાકારીમાં વૃદ્ધિ કરવાના અભિગમથી ત્રણ નગરપાલિકાઓને નાગરિક સુવિધાના કામો માટે 114.68 કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં જે દરખાસ્તો રજુ કરવામાં આવી હતી તેમાં વાપી, ભરૂચ અને મુંદ્રા-બારોઇ નગરપાલિકાના કામોનો સમાવેશ કરવામાં આવેલો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વાપી નગરપાલિકાને વરસાદી પાણીની વ્યવસ્થા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના રૂ. 26.52 કરોડના કામો માટે અનુમતિ આપી છે. વાપી નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે આશરે એવરેજ 100 ઇંચ જેટલો વરસાદ પડે છે. આના પરિણામે 2 થી 3 ફૂટ જેટલો પાણીનો ભરાવો થાય છે અને પૂર્વ વિસ્તારના રહેવાસીઓના ઘરોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા રહે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમસ્યાના નિવારણ રૂપે વાપી નગરપાલિકા દ્વારા GUDM મારફતે રજૂ થયેલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટેની દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે. આ દરખાસ્ત મંજૂર થતાં હવે, વાપી નગરપાલિકા સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો હાથ ધરશે અને નાગરિકોના ઘરોમાં થતો પાણીનો ભરાવો અટકશે તથા જાનમાલનું નુકશાન પણ બચી જશે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત કચ્છની મુંદ્રા-બારોઇ નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાના કામો માટેની રૂ. 83.79 કરોડની દરખાસ્ત પણ મંજૂર કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ભરૂચ નગરપાલિકાના ડુંગરી વિસ્તાર ઝોન-6 અને શક્તિનગર ઝોન-2 માં પાણી પુરવઠા યોજનાના કામો માટે 4.37 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સમગ્રતયા મુખ્યમંત્રીએ ત્રણ નગરપાલિકાઓને રૂ 114.68 કરોડની રકમના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code