1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઝાલાવાડ પંથકમાં કપાસનું મબલખ ઉત્પાદન, જિલ્લાના આઠ યાર્ડ્સમાં કપાસની ધૂમ આવક
ઝાલાવાડ પંથકમાં કપાસનું મબલખ ઉત્પાદન, જિલ્લાના આઠ યાર્ડ્સમાં કપાસની ધૂમ આવક

ઝાલાવાડ પંથકમાં કપાસનું મબલખ ઉત્પાદન, જિલ્લાના આઠ યાર્ડ્સમાં કપાસની ધૂમ આવક

0
Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંછકમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું સારૂ એવું ઉત્પાદન થયું છે. જેમાં કપાસનું રેકોર્ડબ્રેક ઉત્પાદ થયું છે.  સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર દેશમાં કપાસના ઉત્પાદનમાં સારી નામના ધરાવે છે. અને જિલ્લામાં કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. વર્તમાન સમયે નવા કપાસની આવક ચાલુ થઇ ગઇ છે. ત્યારે દિવાળી બાદ મંગળવારથી  જિલ્લાના યાર્ડ ફરીથી ધમધમતા થયા છે. જેમાં પ્રથમ દિવસે જ જિલ્લાના કુલ 8 યાર્ડમાં મણ કપાસના રૂ.1680થી 2100ના ભાવના સોદા પડ્યા હતા.  અને કુલ 54,970 મણ કપાસની આવક થઇ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લો ઉત્તમ ક્વોલિટીના કપાસના ઉત્પાદન માટે ખૂબ જાણીતો છે. અને આથી જ આ વર્ષે કુલ 405612 હેકટરમાં કપાસનુ વાવેતર થયુ હતું. સામાન્ય રીતે દિવાળી પહેલા બીટી કપાસની નવી આવક ચાલુ થઇ જતી હોય છે. દિવાળી બાદ જિલ્લામાં ખાસ કરીને વઢવાણ, હળવદ, ચોટીલા, લખતર, પાટડી, લીંબડી, હળવદ, ધ્રાંગધ્રા, સાયલા સહિતના યાર્ડમાં મંગળવારે કપાસ સહિતની જણશીના સોદા પડવાનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ તમામ યાર્ડમાં કુલ 54,970 મણ કપાસની આવક થઇ હતી. અને મણ કપાસના ભાવ રૂ.1680થી 2100 બોલાયા હતા. સરકારે આ વર્ષે મધ્યમ તારના કપાસના રૂ. 1216 અને લાંબા તારના કપાસના રૂ.1276 ટેકાના ભાવ જાહેર કર્યા છે. પરંતુ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા બજારમાં અને યાર્ડમાં વેપારીઓ વધુ ભાવે કપાસની ખરીદી કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને કપાસનું સારું ઉત્પાદન તથા હજુ અન્ય રાજયમાં કપાસની આવક ન થઇ હોય અત્યારે વેપારીઓ આ ભાવે કપાસની ખરીદી કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, જિલ્લામાં ગયા વર્ષે શરૂઆતમાં મણ કપાસના ભાવ રૂ.1500થી રૂ.1600 હતા જ્યારે છેલ્લે ઘણા ખેડૂતોએ સંગ્રહ કરેલા કપાસને રૂ.2200ના ભાવથી પણ વેચાણ કર્યું હતું. આ વર્ષે શરૂઆત 1680થી 2000 સુધીની થઇ ગયા છે. આથી સારી શરૂઆતને લઇને હજુ આગળ કપાસના ભાવ સારા મળવાની આશાએ જે ખેડૂતો સગવડતા વાળા છે તેમણે કપાસનો સંગ્રહ કરી રાખ્યો છે. જિલ્લાના યાર્ડોમાં કપાસને બાદ કરતા તલ, ગવાર, ધાણી, મગ, જીરું, મગફળી, વરીયાળી, અજમો, અડદ, રચકાનું બી, તલ, ચણા, સોયાબીન સહિતની જણસીના વેચાણ માટે શહેરી તેમજ ગ્રામ્ય પંથકના ખેડૂતો યાર્ડોમાં આવ્યા હતા. આમ નવા વર્ષની શરૂઆતમાં જ જિલ્લાના યાર્ડો ખેડૂતો, વેપારીઓ તેમજ પાકોની જણસીથી ધમધમી ઊઠ્યા હતા.(file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code