Site icon Revoi.in

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: 2 x 100 મીટર લાંબા લોખંડના પુલનો બીજો 100 મીટર સ્પાન લોન્ચ કરાયો

default

Social Share

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 2 x 100 મીટર લાંબા લોખંડના પુલનો બીજો 100 મીટર સ્પાન સફળતાપૂર્વક ગુજરાતના નડિયાદ નજીક એનએચ-48 (જે દિલ્હી, મુંબઈ અને ચેન્નઈને જોડે છે) પર લોન્ચ કરવામાં આવ્યો છે. આ લોખંડ પુલનો પહેલો 100 મીટરનો સ્પાન એપ્રિલ 2025ના મહિનામાં પૂર્ણ થયો હતો. ગુજરાતમાં આયોજન કરાયેલા 17 લોખંડના પુલમાંથી આ નવમો લોખંડ પુલ પૂર્ણ થયો છે.

100 મીટરના બે સ્પાનનો સમાવેશ કરતો આ લોખંડ પુલ અંદાજે 2884 મેટ્રિક ટન વજનનો છે, તેની ઊંચાઈ 14.6 મીટર અને પહોળાઈ 14.3 મીટર છે. ઉત્તર પ્રદેશના હાપુર નજીક સલસર ખાતે આવેલી વર્કશોપમાં તેનું ફેબ્રિકેશન કરવામાં આવ્યું છે. આ લોખંડ પુલને 100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

default

એનએચ-48 દેશના સૌથી વ્યસ્ત છ-લેન હાઈવેમાંથી એક છે (પ્રત્યેક બાજુએ ત્રણ લેન). પુલનો બીજો સ્પાન હાઈવે પર ત્રણ લેન ઉપરથી 100 મીટર સુધી એક છેડે થી સરકાવીને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ લોન્ચિંગનું આયોજન એવા શેડ્યૂલ સાથે કરવામાં આવ્યું હતું કે જેથી વ્યસ્ત હાઈવે પર ટ્રાફિકનું પ્રવાહ સરળ રહે અને માર્ગ ઉપયોગકર્તાઓને ઓછામાં ઓછી અસુવિધા થાય.

200 મીટર લાંબો આ લોખંડ પુલ અંદાજે 1,14,172 ટોર-શિયર પ્રકારના હાઈ સ્ટ્રેન્થ (ટીટીએચએસ) બોલ્ટ્સ, સી5 સિસ્ટમ પેઈન્ટિંગ અને ઇલાસ્ટોમેરિક બેરિંગ્સ સાથે બનાવવામાં આવ્યો છે. તેને જમીન પરથી 14.9 મીટરની ઊંચાઈએ તાત્કાલિક ટ્રેસ્ટલ્સ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને તેને મેક-એલોય બાર્સ સાથેના બે અર્ધ-સ્વચાલિત જેક્સ (દરેકની ક્ષમતા 250 ટન ઉઠાવવાની) અને સ્વચાલિત મિકેનિઝમનો ઉપયોગ કરીને ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર કોરિડોર માટે કુલ 28 લોખંડના પુલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી 11 લોખંડના પુલ મહારાષ્ટ્રમાં અને 17 લોખંડ પુલ ગુજરાતમાં છે.