1. Home
  2. ગુજરાતી
  3. અદાણીએ ભારતની સૌ પ્રથમ ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન લાઈન પૂર્ણ કરી
અદાણીએ ભારતની સૌ પ્રથમ ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન લાઈન પૂર્ણ કરી

અદાણીએ ભારતની સૌ પ્રથમ ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન લાઈન પૂર્ણ કરી

0
Social Share

.પ્રદેશમાં 765 અને 400 કીલોવોટની લાંબા અંતરની 897 સર્કીટ કિ.મી.ની ટ્રાન્સમિશન લાઇન

સાથે અદાણી ટ્રાન્સમિશન લિ.ની કાર્યરત અને નિર્માણાધિન અસક્યામતોમાં 18300થી વધુ સર્કીટ કિ.મી. ઉમેરો

  • ઉ.પ્રદેશમાં ટેરીફ આધારીત સ્પર્ધાત્મક બિડીંગનો ઇન્ટ્રા સ્ટેટ પ્રોજેક્ટસ પૈકીનો એક સૌથી મોટો પ્રોજેકટ
  • 98 સર્કીટ કિ.મી.ના 400 કિલોવોટ ડી/સી ટ્વીન મુઝ લાઇન અને 799 સર્કીટ કિ.મી.ના 765 કિલોવોટ કવાડ બર્સિમીસ હાઇ કેપેસિટી લાઇનને આવરી લેતો પ્રોજેકટ
  • પાવર ફાયનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા અને આર.ઇ.સી.લિ.ના કોન્સોર્ટીઅમે અદાણી ટ્રાન્સમિશન લિ. ની પેટા કંપની ઘટમપુર ટ્રાન્સમિશન લિ.ને આ પ્રોજેક્ટ માટે સિક્યોર્ડ લોનની સગવડ આપી છે
  • અદાણી ટ્રાન્સમિશન લિ. 2022 સુધીમાં 20 હજારસર્કીટ કિ.મી.ના લક્ષ્યને સિધ્ધ કરવા નજીક

અમદાવાદ, 20 ડિસેમ્બર 2021: વિવિધ ઉદ્યોગો ધરાવતા અદાણી જુથના એક અંગ અને ભારતની  ખાનગી ક્ષેત્રની સૌથી મોટી અને રીટેલ વીજ વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિ.એ ભારતની સૌથી લાંબી 897 સર્કીટ કિ.મી.ની ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન લાઈનનું નિર્માણ પુરું કર્યું છે. આ સિદ્ધિ ઉત્તર પ્રદેશમાં ઘટમપુર ટ્રાન્સમિશન લિ.દ્વારા હાંસલ કરવામાં આવી છે જે અદાણી ટ્રાન્સમિશન લિ.ની પેટા કંપની છે.

આગ્રા, ગ્રેટર નોઇડા અને હાપુરમાં ખાડી વિસ્તરણમાં 765 કીલોવોટ અને 400 કીલોવોટની 4 ટ્રાન્સમિશન લાઇનની બનેલી છે. બિલ્ડ , ઓન, ઓપરેટ એન્ડ મેઇન્ટેઇન (BOOM)ના ધોરણે પબ્લિક પ્રાયવેટ પાર્ટીસિપેશન અંતર્ગત આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે. લાંબા સમયગાળાના ટ્રાન્સમિશન ગ્રાહકોને આગળના 35  વર્ષના પટ્ટા સાથે ટ્રાન્સમિશન સેવા પુરી પાડશે.

અદાણી ટ્રાન્સમિશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર શ્રી અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે અદાણી ટ્રાન્સમિશન લિ. ભારતના ગ્રીડ નેટવર્કમાં મહત્વની ભૂમિકા અદા કરવા માટે સતત વિકાસ કરી રહ્યું છે. કોવિડની મહામારીના  સમયગાળામાં પણ આ વિરાટ પ્રોજેકટ પૂર્ણ કરી મહત્વની સિધ્ધી પ્રાપ્ત કરી છે. રાષ્ટ્ર ઘડતર માટે પ્રતિબધ્ધતાનો આ એક પૂરાવો છે એમ ઉમેરતા તેમણે કહ્યું હતું કે અદાણી ટ્રાન્સમિશન લિ.તેના હિસ્સેદારો માટે લાંબા ગાળાના ટકાઉ મૂલ્યના સર્જન માટે દુનિયાના શ્રેષ્ઠ અગ્રણી બનવા માટેની સજ્જતાનું આ સિદ્ધિ એક પ્રતીક છે. આ પ્રોજેક્ટ ખાસ કરીને કાનપુર, આગ્રા, ગ્રેટર નોઈડા અને હાપરના વિસ્તારમાં ઉ.પ્રદેશના વીજ પધ્ધતિના માળખાને મજબૂત અને લાભકારી બનાવવા સાથે તેની વિશ્વસનિયતા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારા લાવશે. બધાને 24 કલાક વીજળી આપવાના કેન્દ્ અને રાજ્ય સરકારના સંયુકત અભિયાનને બળવત્તર બનાવશે.

ભારતનાં ઉત્તરીય પ્રદેશમાં વીજ પધ્ધતિના આયોજન અંગેની સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીની સ્થાયી સમિતિની 36મી બેઠક દરમ્યાન આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટ શરુ થવાના કારણે આ પ્રદેશના લોકોની સામાજિક સ્થિતિમાં મહત્વનું પરિવર્તન આવશે.

નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન અને ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિઞમના સંયુકત સાહસની કંપની  નેવેલી ઉત્તર પ્રદેશ પાવર લિ.ના ઘટમપુર ટીપીએસની માલિકીના 660 મેગાવોટના 3 એકમોમાંથી આ પ્રોજેક્ટ વીજળી ઠાલવશે અને ઉત્તર પ્રદેશના ટ્રાન્સમિશન માળખાને પણ સુદ્રઢ કરશે.આ નેટવર્કમાં 765 કેવી.ની 411 સર્કીટ કિ.મી.ની એસ/સી ઘટમપુર-હાપર ટ્રાન્સમિશન લાઇન બનેલી છે  જે દેશની સૌથી લાંબી હાઇ વોલ્ટેજ એસી લાઇન છે. આ લાઇન મધ્ય ઉ.પ્રદેશના ઘટમપુર ટીપીએસને પશ્ચિમ ઉ.પ્રદેશના 765/400 કેવી હાપર સબ સ્ટેશનને જોડશે.

આ ટ્રાન્સમિશન લાઇન પડકારરુપ વિષમ ભૌગોલિક શહેરી વિસ્તારમાંથી પસાર થશે.

ઘટકપુર ટ્રાન્સમિશન લિ.એ કોવિડની ભયાનક મહામારીના સૌથી ખોફનાક સ્થિતિના પડકારનો સામનો કરીને કોવિડના તમામ ધારાધોરણો અમલી બનાવવા સાથે ગુણવત્તાના વૈશ્વિક માપદંડોને અનુસરી આ કામગીરી સંપન્ન કરી છે. આ પ્રોજેકટ એક સમયે  કાર્યરત થશે ત્યારે દર વર્ષે  ઉ.પ્ર.ના ઘટમપુર થર્મલ જનરેશન પાવર  પ્લાન્ટ અને નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશન 14,000 મિલીઅન યુનિટ ઉર્જા પેદા કરે તેવી સંભાવના છે જે ઉ.પ્ર.ની વીજળીની ભાવી જરુરીયાતને પહોંચી વળશે. ઉ.પ્રદેશ અને રાજ્યના કેટલાક ભાગોમાં કાર્યરત પાંચ ડિસ્કોમ્સ મારફત થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજળી ઇવેક્યુએશન કરવામાં અદાણી ટ્રાન્સમિશન ચાવીરુપ ભાગ ભજવશે જેના ફળ સ્વરૂપે લાખો ઘરો, કૃષિ, વેપાર વણજને લાભ થશે અને આર્થિક વિકાસને વેગ મળશે.

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અંગેઃ

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) એ ભારતના સૌથી મોટાં બિઝનેસ કોગ્લોમરેટમાં સમાવેશ પામતા અદાણી જૂથની ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ શાખા છે.  અદાણી ટ્રાન્સમિશન લિ. એ 18,336 સર્કીટ કિ.મી. ના એકંદર ટ્રાન્સમિશન નેટવર્ક સાથે  દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે, જેમાંથી 14,131 સર્કીટ કિ.મી.હાલમાં કાર્યરત છે અને 4,205 સર્કીટ કિ.મી. નિર્માણના વિવિધ તબક્કામાં છે. કંપની મુંબઈમાં આશરે 30 લાખ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડીને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ કરે છે. ભારતની ઉર્જા જરૂરિયાત આગામી વર્ષમાં ચાર ગણી થવાની છે ત્યારે અદાણી ટ્રાન્સમિશન લિ. મજબૂત અને ભરોંસાપાત્ર પાવર ટ્રાન્સમિશન નેટવર્ક બનવા માટે સજ્જ છે અને વર્ષ 2022નું  ‘પાવર ફોર ઓલ’ નું ધ્યેય સાકાર કરવા માટે રિટેઈલ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવાની કામગીરી સક્રિયપણે બજાવી  રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code