1. Home
  2. ગુજરાતી
  3. કરદાતાઓને રાહત: FY20 માટે હવે 31 ડિસેમ્બર સુધી રિટર્ન ભરી શકાશે
કરદાતાઓને રાહત: FY20 માટે હવે 31 ડિસેમ્બર સુધી રિટર્ન ભરી શકાશે

કરદાતાઓને રાહત: FY20 માટે હવે 31 ડિસેમ્બર સુધી રિટર્ન ભરી શકાશે

0
  • દેશના કરદાતાઓ માટે રાહતના સમાચાર
  • સરકારે IT રિટર્ન ભરવી અંતિમ તારીખ વધુ 1 મહિનો લંબાવી
  • હવે 31મી ડિસેમ્બર સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકાશે

નવી દિલ્હી: કરદાતાઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે કરદાતાઓને મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ એક મહિના માટે વધારી દીધી છે. જે બાદમાં હવે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર થઇ ગઇ છે. આ અંગે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે જાણકારી આપી હતી.

CBDT દ્વારા ટ્વીટના માધ્યમથી અપાયેલા  એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કરદાતાઓ માટે ઇન્કન ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2020 સુધી વધારી દેવામાં આવી છે.

CBDT તરફથી કહેવામાં આવ્યું છે કે, અંતિમ તારીખ એ માટે વધારવામાં આવી છે જેનાથી કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવામાં વધારાનો સમય મળી રહે.

બીજી તરફ જે કરદાતાઓના એકાઉન્ટનું ઓડિટ કરવાની છે, તેમના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ બે મહિના સુધી એટલે કે 31મી જાન્યુઆરી, 2021 સુધી વધારી દેવામાં આવી છે. આ અંગે CBDTએ કહ્યું છે કે કરદાતાઓ માટે ITR ફાઇલ કરવા માટે અંતિમ તારીખ, જેમને ખાતું ઑડિટ કરવાની જરૂર છે (જેમના માટે આઇટી અધિનિયમ અંતર્ગત અંતિમ તારીખ 31 ઑક્ટોબર, 2020 છે) તેમના માટે 31 જાન્યુઆરી, 2021 કરી દેવામાં આવી છે.

અગાઉ સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખને 31 જુલાઇ, 2020થી વધારીને 30 નવેમ્બર, 2020 કરી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સરકારે આ નિર્ણય કર્યો હતો. હવે સરકાર દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધુ એક મહિનો વધારવામાં આવી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT