TECHNOLOGYગુજરાતી

WhatsApp ના યૂઝર્સે હવે આ સેવા માટે ચાર્જ આપવો પડશે, નિ:શુલ્ક સેવા બંધ કરશે કંપની

  • વોટ્સએપ ટૂંક સમયમાં તેની બિઝનેસ સેવા માટે વસૂલશે ચાર્જ
  • કંપનીએ એક બ્લોગ પોસ્ટના માધ્યમથી આ જાણકારી આપી
  • કંપનીએ કેટલો ચાર્જ વસૂલાશે તે અંગે હજુ ખુલાસો કર્યો નથી

કેલિફોર્નિયા: સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યૂઝર ફ્રેન્ડલી ચેટિંગ એપ્લિકેશન વોટ્સએપ હવે તેની બિઝનેસ સેવા માટે ચાર્જ વસૂલવાનું શરૂ કરશે. હકીકતમાં, વોટ્સએપ એ એક બ્લોગ પોસ્ટ કરીને કહ્યું છે કે, હવે તે પોતાની બિઝનેસ સેવા માટે કંપનીઓ પર ચાર્જ લગાવવાની શરૂઆત કરશે. આપને જણાવી દઇએ કે હાલમાં વોટ્સએપના 5 કરોડથી વધારે બિઝનેસ યૂઝર્સ છે. જો કે વોટ્સએપ આ બિઝનેસ સેવા માટે કેટલા ચાર્જની વસૂલાત કરશે તે અંગે કોઇ ખુલાસો નથી કર્યો.

આ અંગે કંપનીએ કહ્યું હતું કે અમે બિઝનેસ ગ્રાહકોને આપવામાં આવતી અમૂક સેવાઓ માટે ચાર્જ લગાવવાની શરૂઆત કરી રહ્યા છીએ. જેનાથી અમે 2 અબજથી વધારે ગ્રાહકોને એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્ટેડ ટેકસ્ટ, વીડિયો અને વૉઇસ કોલિંગ જેવી સુવિધા આપી શકીએ. વોટ્સએપ તરફથી પોતાના પાંચ કરોડ બિઝનેસ યૂઝર્સ માટે પે-ટૂ-મેસેજ વિકલ્પની જાહેરાત કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે વ્યાપારીઓ માટે વોટ્સએપ તરફથી એક અલગ વોટ્સએપ બિઝનેસ નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે. જ્યાં લોકો ચેટના માધ્યમથી બિઝનેસ કરી શકે છે. આ પ્લેટફૉર્મમાં ઝડપથી સીધી ખરીદી કરવાનું નવું ફીચર મળશે. આ ફિચરથી નાના વેપારીઓને પોતાનો બિઝનેસ ઊભો કરવા માટે મદદ મળશે.

(સંકેત)

Related posts
NATIONALગુજરાતી

ભારત સરકારની ડિજીટલ સ્ટ્રાઇક, 43 મોબાઇલ એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ

ભારતની રક્ષા, સુરક્ષા અને સંપ્રભુતા માટે ખતરારૂપ 43 એપ્લિકેશન પર સરકારે પ્રતિબંધ લગાવ્યો ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન 69A હેઠળ આ એપ્સ વિરુદ્વ…
TECHNOLOGYગુજરાતી

તમારું વોટ્સએપ એકાઉન્ટ થઇ શકે છે હેક, આ રીતે સેટિંગ ચેંજ કરી રહો સેફ

સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે ઓનલાઇન સ્કેમમાં પણ વધારો હેકર હવે OTPથી તમારું વોટ્સએપ હેક કરી રહ્યા છે અહીંયા આપેલી ટિપ્સ જાણીને…
TECHNOLOGYગુજરાતી

કોવિડ રસીકરણ અભિયાન: સરકારે કોવિન એપ તૈયાર કરી, રસી અંગે દરેક માહિતી આપશે

ભારત સરકારે કોવિડ રસિકરણ અભિયાન માટે વિશેષ એપ્લિકેશન કોવિન તૈયાર કરી આ એપ્લિકેશનથી સરકારને રસીના જથ્થા, વિતરણ અને સંગ્રહ જેવી માહિતી લાઇવ…

Leave a Reply