
- કોરોના મહામારીને કારણે લાગૂ થયેલા દેશવ્યાપી લોકડાઉન મનોરંજન ઉદ્યોગને કમર તોડી
- દેશમાં 12 ટકા સિનેમા-થિયેટર્સ ગમે તે ઘડીએ બંધ થવાની તૈયારીમાં
- કોરોનાને કારણે સૌથી વધુ નુકસાન ફિલ્મ ઉદ્યોગને થયું: બોલિવૂડ પ્રવક્તા
મુંબઇ: કોરોના મહામારીને કારણે લાગૂ થયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે દેશના મનોરંજન ઉદ્યોગની કમર તોડી નાખી હોવાના અહેવાલ વહેતા થયા હતા. દેશમાં 12 ટકા સિનેમા-થિયેટર્સ ગમે તે ઘડીએ બંધ થવાની તૈયારીમાં હતા.
માર્ચથી જુલાઇ સુધી લોકડાઉન હતું જેને કારણે આ સમયગાળા દરમિયાન એક પણ મોટી ફિલ્મ રજૂ થઇ શકી નહોતી. તેને કારણે પણ મોટું નુકસાન થયું હતું. હજુ પણ સિંગલ સ્ક્રીન થિયેટરોમાં ફિલ્મ ક્યારે કેવી રીતે રજૂ થશે એ નક્કી નહોતું.
આ અંગે બોલિવૂડના પ્રવક્તાઓ કહે છે કે કોરોનાએ સૌથી વધુ નુકસાન ફિલ્મ ઉદ્યોગને પહોંચાડ્યું હતું. મહાનગર મુંબઇમાં મનોરંજન ઉદ્યોગ 30 થી 35 લાખ લોકોને રોજગારી આપતો હતો. અદાકારો સિવાયના મોટા ભાગના શ્રમિકો એક યા બીજી રીતે પોતપોતાના વતન ભેગા થઇ ગયા હતા. જો કે થોડા થોડા શ્રમિકો ધીમે ધીમે પાછા આવી રહ્યા હતા.
અત્યારે જે રીતે થિયટરોની પ્રવર્તમાન સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા મનોરંજન જગતમાં પ્રાણ ફૂંકવા માટે થિયટરો ફૂલ કેપેસિટીમાં ભરવામાં આવે તે આવશ્યક છે. સિનેમા થિયેટરોના માલિકો અનુસાર સરકારી નિયમો મુજબ બેઠકો ગોઠવીએ તો આર્થિક દ્રષ્ટિએ પરવડી શકે એમ નથી. કોઇપણ ફિલ્મ ઓછામાં ઓછા સમય માટે હાઉસફૂલ થાય તે જરૂરી હોય છે.
(સંકેત)