1. Home
  2. ગુજરાતી
  3. અદાણી ગેસએ ભાવ ઘટાડાની કરી જાહેરાત
અદાણી ગેસએ ભાવ ઘટાડાની કરી જાહેરાત

અદાણી ગેસએ ભાવ ઘટાડાની કરી જાહેરાત

0
Social Share
તા. 10-10-2020થી અમલમાં આવે તે રીતે સીએનજી અને ઘર વપરાશના પીએનજી ગેસના ભાવમાં અનુક્રમે કી.ગ્રા. દીઠ રૂ.1.75 અને એસસીએમ દીઠ રૂ.1.11નો ઘટાડો કર્યો
  • અદાણી ગેસ લિમીટેડે સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો જાહેર કર્યો
  • આ ઘટાડો તા.10 ઓક્ટોબર, 2020 (તા.9 ઓક્ટોબરની મધ્ય રાત્રિથી) અમલમાં આવશે
  • સીએનજીના ભાવમાં કી.ગ્રા. દીઠ રૂ.1.75નો ઘટાડો કરવામાં આવ્યો છે
  • ઘર વપરાશના પીએનજીની કિંમતમાં એસસીએમ દીઠ રૂ.1.11નો ઘટાડો કરાયો છે
  • સીએનજીના વપરાશના કારણે પેટ્રોલ અને ડિઝલની તુલનામાં 50 ટકા બચત થાય છે
  • અદાણી ગેસ લિમીટેડ 4.50 લાખ પીએનજી ગ્રાહકોને સેવા પૂરી પાડ છે અને ભારતના વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં તેના 134 સીએનજી સ્ટેશન્સ આવેલાં છે

અમદાવાદ, તા.9 ઓક્ટોબર, 2020: અદાણી જૂથનો સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ અદાણી ગેસ લિમિટેડ (એજીએલ), ભારતના વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં તા.10 ઓક્ટોબર, 2020થી અમલમાં આવે તે રીતે કોમ્પ્રેસ્ડ નેચલ ગેસ (સીએનજી) અને ઘર વપરાશના પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) ના ભાવમાં ઘટાડો કરતાં આનંદ અનુભવે છે.

સીએનજીના ભાવમાં ઉત્તર પ્રદેશના ભૌગોલિક વિસ્તાર ખુરજામાં કી.ગ્રા. દીઠ રૂ.1.75 અને મહેન્દ્રગઢમાં કી.ગ્રા. દીઠ રૂ.1.70 જ્યારે ફરીદાબાદ અને પાલવલ વિસ્તારમાં આ ઘટાડો કી.ગ્રા. દીઠ રૂ.1.60 રહેશે. ગુજરાતમાં અમદાવાદ / વડોદરામાં કી.ગ્રા. દીઠ રૂ.1.31નો ઘટાડો કરવામાં આવ્યો છે.

ફરીદાબાદ, પાલવલ અને ખુરજા ભૌગોલિક વિસ્તારમાં ઘર વપરાશના પીએનજી ભાવમાં રૂ.1.11નો ભાવ ઘટાડો તથા અમદાવાદ અને વડોદરા ભૌગોલિક વિસ્તારમાં એસસીએમ દીઠ રૂ.1.0નો ભાવ ઘટાડો કરાયો છે.

સીએનજી અને ઘર વપરાશના પીએનજીની કિંમતોમાં કરાયેલા ઘટાડાની તથા સુધારેલા ભાવની વિગતો નીચે કોઠામાં દર્શાવેલી છે. આ તમામ કિંમતો કરવેરા સહિતની છેઃ

સીએનજીના હાલના આકર્ષક ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકોને પેટ્રોલ અને ડિઝલની તુલનામાં વધુ બચત થશે (કેટલાક ભૌગોલિક વિસ્તારોમાં પેટ્રોલની તુલનામાં 50 ટકા સુધીની બચત થશે). આના કારણે જ્યાં સીએનજીમાં રૂપાંતરીત કરવામાં અને કાર્બનનો વ્યાપ ઘટાડવાનું યોગદાન આપવામાં પ્રોત્સાહન પ્રાપ્ત થશે.

અદાણી ગેસ લિમિટેડ સલામતી ઉપર વધુ ભાર મૂકે છે, જ્યારે ગ્રાહકોને હાલના પડકારયુક્ત સમયમાં આરોગ્યપ્રદ, ભરોંસાપાત્ર અને કોન્ટેકલેસ ઘરવપરાશના પીએનજીની સર્વિસમાં વધુ સુગમતા પ્રાપ્ત થાય છે.

અદાણી ગેસ લિમિટેડ આશરે 4.50 લાખ (ઘર વપરાશ, કોમર્શિયલ અને ઔદ્યોગિક) રિટેઈલ પીએનજી ગ્રાહકોને તથા રિટેઈલ સીએનજી ગ્રાહકોને તેના 134 સીએનજી સ્ટેશનો મારફતે સેવા પૂરી પાડે છે.

અદાણી ગેસ લિમિટેડ અંગેઃ

અદાણી ગેસ લિમિટેડ સીટી ગેસ વિતરણના નેટવર્ક મારફતે પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) ઔદ્યોગિક, કોમર્શિયલ અને ઘર વપરાશના ગ્રાહકોને તથા ટ્રાન્સપોર્ટ સેક્ટરને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પૂરો પાડે છે. નેચરલ ગેસ સુગમ, ભરોંસાપાત્ર અને પર્યાવરણલક્ષી બળતણ છે. અમદાવાદમાં વડુ મથક ધરાવતી આ કંપનીએ ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા, હરિયાણામાં ફરીદાબાદ અને ઉત્તર પ્રદેશમાં ખુરજા ખાતે સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનનું નેટવર્ક સ્થાપ્યું છે. આ ઉપરાંત અદાણી ગેસ લિમિટેડે પીએનજીઆરબી દ્વારા સીજીડી  બીડીંગના 9મા અને 10મા રાઉન્ડમાં તેને ફાળવાયેલા કેટલાક ભૌગોલિક વિસ્તારો એટલે કે ગુજરાતમાં પોરબંદર, ખેડા, સુરેન્દ્રનગર, બરવાળા અને નવસારી, રાજસ્થાનમાં ઉદેપુર, મધ્ય પ્રદેશમાં ભીંડ, ઉત્તર પ્રદેશમાં ઝાંસી અને હરિયાણાના પલવલમાં વ્યાપારી કામગીરીનો પ્રારંભ કર્યો છે.

આ ઉપરાંત અમારી સંયુક્ત ક્ષેત્રની કંપની આઈઓએજીપીએલે પ્રયાગરાજ, ચંદીગઢ, એર્નાકુલમ, પાણીપત, દમણ, ધારવાડ, ઉધમસિંઘનગર અને બુલંદ શહેરમાં કામગીરી શરૂ કરી દીધી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code