1. Home
  2. ગુજરાતી
  3. વિદેશી રોકાણકારો માટે ભારત હજુ પણ ફેવરિટ, કર્યું 1086 કરોડનું નેટ રોકાણ
વિદેશી રોકાણકારો માટે ભારત હજુ પણ ફેવરિટ, કર્યું 1086 કરોડનું નેટ રોકાણ

વિદેશી રોકાણકારો માટે ભારત હજુ પણ ફેવરિટ, કર્યું 1086 કરોડનું નેટ રોકાણ

0
Social Share
  • વિદેશી રોકાણકારો માટે ભારત હજુ પણ રોકાણ માટેનું મોટું ડેસ્ટિનેશન
  • વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ 1086 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું
  • GST કલેક્શનમાં સુધારો, આર્થિક પ્રવૃત્તિઓમાં વેગના સંકેત બાદ FPIએ કર્યું રોકાણ

નવી દિલ્હી: ભલે કોરોનાની મહામારીને કારણે ભારતીય અર્થતંત્રમાં મંદીનું મોજું ફરી વળ્યું હોય પરંતુ હજુ પણ રોકાણ માટે વિદેશી રોકાણકારો ભારત પર વિશ્વાસ અને મદાર બન્ને રાખે છે. હકીકતમાં, વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ ભારતીય બજારોમાં ઑક્ટોબરમાં અત્યારસુધીમાં 1086 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. વિદેશી રોકાણકારોએ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના કલેક્શનમાં સુધારો, આર્થિક પ્રવૃત્તિઓમાં વેગ અને સકારાત્મક વૈશ્વિક સંકેતો સહિત અન્ય પરિબળોને જોતા ભારતીય માર્કેટમાં રોકાણ કર્યું છે.

આ અંગે મોર્નિંગસ્ટારએ રિપોર્ટમાં કહ્યું છે આગામી સમયમાં વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા સંકલન ચાલું રાખવાથી ભારત સહિતના ઉભરતા બજારોમાં વિદેશી રોકાણનો પ્રવાસ સુનિશ્વિત થઇ શકે છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી, વધતું કોવિડ-19 સંક્રમણ અને અમેરિકા-ચીન વચ્ચેની તંગદીલી FPIના પ્રવાહને અસર કરી શકે છે.

ડેટા અનુસાર સમીક્ષાધીન સમયગાળા દરમિયાન FPIએ શેર્સમાં રૂ.5245 કરોડનું રોકાણ કર્યું, જ્યારે તેઓએ બોન્ડ માર્કેટમાંથી રૂ.4159 કરોડ પાછા ખેંચ્યા. આ રીતે તેમણે રૂ.1086 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું. સપ્ટેમ્બરમાં FPI 3419 કરોડ રૂપિયાના ચોખ્ખા વેચનાર હતા.

મહત્વનું છે કે, ઓક્ટોબર મહિનામાં ઘરેલુ અને વૈશ્વિક પરિબળોએ ચોખ્ખા પ્રવાહમાં ફાળો આપ્યો છે. અને, “અપેક્ષાની તુલનામાં (કમાણી) વધુ સારૂ પ્રદર્શન, જીએસટી કલેક્સન અને અર્થવ્યવસ્થાનાં સામાન્ય થવાથી ભારતને એક આકર્ષક રોકાણ સ્થળ બનાવવામાં મદદ કરી રહ્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code