1. Home
  2. ગુજરાતી
  3. “ભારત 21મી સદીમાં માની શકાય નહી તેવી વિકાસની ઉત્તમ તકો ધરાવતો દેશ” : ટાઈ (TiE)ગ્લોબલ સમિટમાં ગૌતમ અદાણીનુ પ્રવચન
“ભારત 21મી સદીમાં  માની શકાય નહી તેવી વિકાસની  ઉત્તમ તકો ધરાવતો દેશ” : ટાઈ (TiE)ગ્લોબલ સમિટમાં ગૌતમ અદાણીનુ પ્રવચન

“ભારત 21મી સદીમાં માની શકાય નહી તેવી વિકાસની ઉત્તમ તકો ધરાવતો દેશ” : ટાઈ (TiE)ગ્લોબલ સમિટમાં ગૌતમ અદાણીનુ પ્રવચન

0
Social Share

ભારતના સૌથી મોટા અને વ્યાપક વિવિધીકરણ ધરાવતી ઔદ્યોગિક ઈનફ્રાસ્ટ્રકચર જૂથની સ્થાપનાના 3 દાયકા પછી  રાષ્ટ્ર નિર્માણનુ વિઝન  અને તેમાં શ્રધ્ધા ધરાવતા  અદાણી જૂથના ચેરમેન શ્રી ગૌતમ અદાણી કહે છે કે  ભારતમાં બિઝનેસની તકો માની શકાય નહી  તેટલી ઝડપે વૃધ્ધિ પામી રહી છે. ટાઈ (TiE) ગ્લોબલ સમીટમાં પ્રવચન આપતાં એક અત્યંત આશાવાદી ઉદ્યોગસાહસિક તરીકે શ્રી અદાણીએ  ભારતને  દુનિયાને  વિકાસની વિપુલ તકો પૂરી પાડતા દેશ તરીકે ઓળખાવ્યો છે.

તેમણે કહ્યું કે  “મારા મત મુજબ ભારત  એક નાટયાત્મક વળાંકને તબક્કે   આવીને ઉભો છે. હું માનુ છું કે  આગામી થોડાં વર્ષોમાં ભારત પોતાને 21મી સદીની સૌથી મોટી તકો ધરાવતા દેશ તરીકે સ્થાપિત કરશે અને વર્ષ 2050 અને તે પછી ભારત વધુ મજબૂત દેશ બની બહાર આવશે. ” તેમણે વધુમાં જણાવ્યુ  હતું કે આટલા મોટા લોકશાહી દેશમાં ભિન્ન પ્રકારના પડકારો હોવા છતાં તથા સમયાંતરે મંદીનાં વલણો  જોવા મળતી હોવા છતાં ભારત  અનોખી તકો ધરાવે છે અને દેશમાં ઉપલબ્ધ તકોને કારણે  તેના સમકાલીન વૈશ્વિક સ્પર્ધકોની તુલનામાં  તે  નોખો તરી આવતો દેશ બની રહે છે.

આ પ્રવચન મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલુ હતુ જેમાં –ભારત માટે લાભદાયી મેક્રોઈકોનોમિક પરિબળો, કોવિડ પછી વિશ્વમાં ઉભી થયેલી સંભાવનાઓ અને ખાસ કરીને ડિજિટાઈજેશન અને રિન્યુએબલ એનર્જી  તથા  ભારતના ભાવિ અને ભવિષ્ય માટે  પરિવર્તનલક્ષી તકો ઉભી થવા અંગે વાત કરી હતી. શ્રી  અદાણીએ જણાવ્યુ હતું કે નજીકના સમયમાં હાથ ધરાયેલા વિવિધ માળખાગત  સુધારાને કારણે ભારતીય અર્થતંત્ર મજબૂત બન્યુ છે  અને વિકાસને વૃધ્ધિ મળે તેવો મજબૂત પાયો નાખી  શકાયો છે.  વર્ષ 2050 સુધીમાં ભારતની જીડીપી 28 ટ્રિલિયન યુએસ ડોલર જેટલી થશે અને વિશ્વની જીડીપીમાં 15 ટકા હિસ્સો ધરાવશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે  “ભારતમાં વધતી જતી વસતીને કારણે દુનિયામાં મધ્યમ  વર્ગના  દર ત્રણ ગ્રાહકોમાંનો  એક ભારતમાં હશે અને તેની મારફતે ભારત વિશ્વમાં મધ્યમ વર્ગની સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની રહેશે.  તેનુ રિટેઈલ ક્ષેત્ર  10 ટ્રિલિયન ડોલરનુ થશે.  દરેક ગ્લોબલ કંપની માટે ભારત મૂડીરોકાણનુ લક્ષ્ય ધરાવતો દેશ બની રહેશે.”

તેમણે વધુમાં જણાવ્યું કે  આ વિકસિત દેશનુ શેર બજાર 30 વર્ષમાં  વાર્ષિક સરેરાશ 9 ટકાના વૃધ્ધિ દરથી આગળ ધપશે. ભારતનો માર્કેટ ઈન્ડેક્સ 13 ઘણો થઈ જશે અને  સેન્સેક્સ  600 હજારની રેન્જમાં રહેશે. શ્રી ગૌતમ અદાણીના વિઝન મુજબ વર્ષ 2050 સુધીમાં ભારત ટ્રિલિયન ડોલરની અનેક કંપનીઓ ધરાવતો દેશ બની રહેશે.

તે પછી તેમણે શ્રોતાઓને ડિજિટાઈજેશન અને રિન્યુએબલ એનર્જીના એક બીજાને છેદીને આગળ ધપતા  આંતર પ્રવાહો અને તે કારણે થનારા લાભ  અંગે વાત કરી. તેમણે કહ્યું કે   “ હાલમાં ઉર્જા ક્ષેત્ર અને ટેકનોલોજીનુ ક્ષેત્ર બંને  ઝડપભેર એક બીજાને વળોટીને આગળ ધપતાં રહે છે. મને લાગે છે કે ટેકનોલોજી અને એનર્જીનો  સમન્વય  ભારતની બાકીની વસતીનો  ઉત્કર્ષ નક્કી કરનારૂ સૌથી વધુ મહત્વ ધરાવતુ એક માત્ર પરિબળ બની રહેશે.તે  માત્ર ગરીબીમાંથી બહાર લાવીને જ નહી પણ  મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને  એક પરિવર્તનલક્ષી બિઝનેસ મોડેલ  તરફ દોરી જશે. ”

ફર્સ્ટ જનરેશન ઉદ્યોગસાહસિક શ્રી ગૌતમ અદાણીએ એવી આગાહી કરી હતી કે  સસ્તો ગ્રીન પાવર અને ડિજિટલટેકનોલોજીનો સમન્વય- તેમાં સેન્સર્સ અને ઈન્ટરનેટ ઓફ થીંગ્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અને મશીન લર્નીંગ 5જી અને કલાઉડ ઈનફ્રાસ્ટ્રકચર નો પણ સમાવેશ થશે.  આ બધાના સમન્વયથી ભારતનુ  આર્થિક દ્રષ્ટિએ માઈક્રો સાઈઝની કેટલીક પ્રક્રિયાઓ  મારફતે  સશક્તિકરણ થશે અને દરેક પ્રક્રિયાનુ સર્વિસમાં રૂપાંતરણ થશે.

શ્રી અદાણીએ વધુમાં વધુમાં જણાવ્યું કે “માઈક્રો ફાર્મીંગ, માઈક્રો વૉટર, માઈક્રો હાઉસિંગ, માઈક્રો શિક્ષણ, માઈક્રો મેન્યુફેકચરિંગ… યાદી ખૂબ જ અનંત  છે અને રિન્યુએબલ એનર્જી અને ટેકનોલોજી, શહેરોમાં  અને વિશેષ  કરીને ગ્રામ્ય ભારતની  અગમ્ય રીતે  હયાત પ્રક્રિયાઓનુ કદ અને સ્વરૂપ  બદલી નાખશે ”

કોવિડ પછીના વિશ્વમાં ભારત માટેની લાભદાયી સ્થિતિની વાત કરતાં શ્રી અદાણીએ બે મુદ્દા ઉપર ભાર મુક્યો હતો :  સ્થાનિકીકરણ (localization)  ઉપર ઝોક  અને સમાન પ્રકારે જવાબદારી પૂર્વક  સપ્લાય ચેઈનનુ પુન: નિર્માણ થતાં  સ્થાનિક તકોને ભારે વેગ મળશે અને દૂરથી વ્યવસ્થા ગોઠવી શકાય તે પ્રકારે ડિજિટલ ટેકનોલોજીના વિકાસમાં વૃધ્ધિ થશે

મહામારીએ આપણને શિખવ્યુ છે કે નજીક રહેવાની પરંપરાગત જરૂરિયાત અપ્રસ્તુત  અને જોખમની સંભાવના ધરાવનારી  બની રહે  છે. ભારતે તેની ડિજિટલ સર્વિસમાં પ્રગતિ હાંસલ કરીને આ ક્ષેત્રમાં આગળ ધપવા હરણફાળ ભરી છે. વધુને વધુ કંપનીઓ  સંચાલન અને  નિયંત્રણની કામગીરીને અલગ કરવાનુ આયોજન કરી રહી હોવાથી હવે ભારત આગામી દિવસોમાં  આ પરિવર્તનનુ નોંધપાત્ર લાભાર્થી બની રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે “આ બંને ક્ષેત્રો પરિવર્તનકારી છે  અને તેનાથી મેન્યુફેકચરિંગ, સપ્લાય ચેઈન,  અને ટેકનોલોજી સર્વિસીસના ક્ષેત્રમાં  કરોડોની સંખ્યામાં નોકરીઓની તકો ઉભી થવામાં સહાય  થશે. ”

તેમના પ્રવચનના સમાપનમાં શ્રી અદાણીએ કરતાં  જણાવ્યુ હતું કે  ભારતનાં રાજકીય મૂલ્યો, સાંસ્કૃતિક જોડાણો  અને વિદેશ નીતિનો અભિગમ સહિતના સોફટ પાવર બાબતે  શ્રોતાઓને તેજીમય  આશાવાદ રાખવાનો અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે “ ભારતે મજબૂતપણે દર્શાવેલા આ સોફટ પાવરની સાથે સાથે 28 ટ્રિલિયન ડોલરની જીડીપી  અને 30 ટ્રિલિયન ડોલરનુ મૂલ્ય ધરાવતુ શેર બજારની સાથે સાથે તમારી પાસે એક અજાયબ તાકાત ધરાવતુ રાષ્ટ્ર છે જે 21મી સદીની સૌથી મોટી તકો પૂરી પાડશે. ”

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code