1. Home
  2. ગુજરાતી
  3. અદાણી જૂથને દુનિયાના સૌથી મોટા સૌર ઉર્જા ઉત્પાદક તરીકેનું બહૂમાન હાંસલ થયું
અદાણી જૂથને  દુનિયાના સૌથી મોટા સૌર ઉર્જા ઉત્પાદક તરીકેનું બહૂમાન હાંસલ થયું

અદાણી જૂથને દુનિયાના સૌથી મોટા સૌર ઉર્જા ઉત્પાદક તરીકેનું બહૂમાન હાંસલ થયું

0
  • મેર્કોમ કેપિટલે અદાણી જૂથને # 1ગ્લોબલ સેલર પાવર જનરેશન એસેટ ઓનર તરીકેનુ રેંકીંગ આપ્યુ છે
  • અદાણીનો સોલાર પોર્ટફોલિયો 12.32 GWacથાય છે જે વર્ષ 2019માં અમેરિકાની કુલ સ્થાપિત ક્ષમતા કરતાં વધારે છે
  • આટલી સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા વડે 1.4 અબજ ટન કાર્બન ડાયોકસાઈડ પેદા થતો રોકે છે
  • અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે તેનો પ્રથમ સૌર પ્રોજેકટ 2015માં સ્થાપ્યો હતો ને હવે તેનો કમ્બાઈન્ડ વીન્ડ-સોલાર પોર્ટફોલિયો 14.62GWac થયો છે
  • હાલમાં બાંધકામ હેઠળના અને એનાયત થયેલા પ્રોજેકટ ધ્યાનમાં લેતાં મર્કોમ કેપિટલે અદાણી ગ્રીનને 10.1 GW પ્રોજેકટ સાથે ટોચના સ્થાને મુક્યું છે

અમદાવાદ, તા. 2 સપ્ટેમ્બર, 2020:મર્કોમ કેપિટલે ગ્લોબલ સોલર કંપનીઓના તાજા રેન્કીંગમાં અદાણી જૂથને હાલમાં બાંધકામ હેઠળના,  સંચાલન હેઠળના,  એનાયત થયેલા પ્રોજેકટસને  ધ્યાનમાં લઈને અદાણી જૂથને # 1ગ્લોબલ સોલર પાવર જનરેશન એસેટ ઓનર તરીકેનુ રેંકીંગ આપ્યુ છે. અદાણી રિન્યેબલએનર્જીનો પોર્ટફોલિયો વર્ષ 2019માં પૂરા અમેરિકાની સ્થાપિત સોલાર ક્ષમતા કરતાં પણ વધુ થાય છે.

અદાણી જૂથની ગણના દુનિયાની સંપૂર્ણ સુસંકલિત સોલાર સેલ્સ અને મોડ્યુલ્સનુ ઉત્પાદન કરતી, પ્રોજેકટ ડેવલપમેન્ટ, બાંધકામ, ફાયનાન્સિયલ રિસ્ટ્રકચરીંગ  કરતી તથા મજબૂત ઈન્ટર્નલ એસેટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ મારફતે  પોતાની એસેટની માલિકી તથા સંચાલન પ્લેટફોર્મ ધરાવતી  સોલાર કંપનીઓમાં થાય છે.

ભારતના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરીસમાં ડીસેમ્બર 2015માં યોજાયેલા COP21ઈન્ટરનેશનલસોલારએલાયન્સ આપેલા વચનને અનુસરીને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની રિન્યુએબલ એનર્જીની ગ્લોબલ ગ્રોથ સ્ટોરીનુ નિર્માણ થયુ છે. આ સંમેલનમાં તેમણે ભારતને  રિન્યુએબલ પાવર તરફ ઝડપથી આગળ ધપતા દેશ તરીકે ઓળખાવ્યો હતો.  હવે એ હકિકત બની ચૂકી છે કે COP21માં વ્યક્ત કરાયેલા અંદાજોને અનુસરતા દુનિયાના માત્ર  6 દેશમાં ભારતનો સમાવેશ થાય છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (એજીઈએલ) તેના પ્રથમ સોલાર પ્રોજેકટની સ્થાપના વર્ષ 2015માં કરી હતી. વર્ષ 2017 સુધીમાં કંપનીએ માત્ર 2 સોલાર પ્રોજેકટ પૂર્ણ કર્યા હતા.  કંપની તેની  સિમાચિન્હરૂપ કામગીરીને આગળ ધપાવવા વર્ષ 2018માં મૂડી બજારમાં આવી હતી (NSE:ADANIGREEN) કંપનીએ વિશ્વની   સૌથી મોટી સૌર કંપની તરીકેનુ તેનુ હાલનુ સ્થાન પ્રાપ્ત કરવા પોતાની કામગીરીની ગતીને વેગ આપીને માત્ર પાંચ વર્ષના ગાળામાં  એટલે કે વર્ષ 2025 સુધીમાં  રિન્યુએબલ એનર્જીની 25 GWacની ક્ષમતા હાંસલ કરવાની દિશામાં આગળ ધપી રહી છે.

મર્કોમ કેપિટલ તરફથી મળેલા આ રેંકીંગ અંગે પ્રતિભાવ આપતાં અદાણી ગ્રુપના ચેરમન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “સ્વચ્છ વીજળી ધરાવતા ભવિષ્ય માટે માળખાગત સુવિધાઓ  ઉભી કરવી તે અમારી એ માટેની સીધી નિષ્ઠાનુ પરિણામ છે. દુનિયામાં સૌથી મોટી સોલાર કંપની તરીકેનુ રેંકીંગ અમને હાંસલ થયુ તેનો અમને આનંદ છે.  દુનિયાના ઉર્જા ક્ષેત્રને  કાર્બન મુક્ત કરવા માટે હજુ ઘણી કામગીરી કરવાની છે તે અમે જાણીએ છીએ. અમારી ધારણા છે કે આગામી દાયકામાં ઉદ્યોગની  ટેકનોલોજીને રિસ્કેલ કરવાને કારણે તથા હાલનાં બિઝનેસ મોડેલને કારણે રિન્યુએબલ એનર્જીના વધેલા ખર્ચમાં ઘટાડો થશે.”

“અમને આશા છે કે અમારૂ રિન્યેબલ એનર્જીનુ  પ્લેટફોર્મ  અમારા મુખ્ય બિઝનેસ માટે મહત્વની સંભાવનાઓ ઉભી કરશે અને હાલમાં માનવ જાત જેનો સામનો કરી રહી છે તે, પોસાય તેવી વિકેન્દ્રિત ઉર્જા, શુધ્ધ પાણીની ઉપલબ્ધી અને વિતરણ, વૈકલ્પિક બળતણ તરીકે ગ્રીન હાઈડ્રોજન તથા માઈક્રો એગ્રીકલ્ચર તથા અન્ય હઠીલી સમસ્યાઓ હલ થશે. ટોચના ઉદ્યોગો, ડેટા સેન્ટર પ્રોવાઈડર્સ અને ગ્લોબલ ઈન્ટીગ્રેટેડ  એનર્જી કંપનીઓ  કાર્બનનો વ્યાપ ઘટાડી શકશે અને  અને આપણા વિકાસની ગતીને વધુ વેગ આપશે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની માત્ર 5 વર્ષ પહેલાં શરૂઆત થઈ હતી અમારી સ્ટોરીનો આતો પ્રારંભ માત્ર છે.”

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે બાંધકામ હેઠળના અને એનાયત કરવામાં આવેલા 10.1 GW પ્રોજેકટની ક્ષમતામાં ટોચનુ રેંકીંગ હાંસલ કર્યુ છે અને તે મેગા સ્કોલના રિન્યુએબલ એનર્જી પ્રોજેકટમાં ટોચનુ સ્થાન સુનિશ્ચિત  કર્યુ છે. ભારત જ્યારે વધુ ગ્લોબલ બિઝનેસ પાર્ટનર્સને દેશમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરી રહ્યુ છે અને કંપનીઓ માટે ઝડપથી વિસ્તરતો વપરાશ કરનાર વર્ગ વધારવા તથા પર્યાવરણના લક્ષ્યાંકો હાંસલ કરવા એમ  સમાંતરપણે બે આવશ્યક ધ્યેય હાંસલ કરવા પ્રયત્નશીલ છે ત્યારે અદાણી જૂથે તેના પાર્ટનર્સને બંને ધ્યેય હાંસલ કરવામાં  સહાયક થઈ શકાય તે પ્રકારે મંથન કરી રહ્યુ છે.

અદાણી જૂથ અંગે :

અદાણી જૂથ એ 6 પબ્લિકલી ટ્રેડેડ કંપનીઓ  અને 15 અબજ ડોલરની આવક તેમજ ધરાવતુ વિશ્વ સ્તરે કામકાજ ધરાવતુ સુસંકલિત ઔદ્યોગિક જૂથ છે. આ જૂથ 30 અબજ ડોલરનુ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવે છે. અદાણી જૂથે વિશ્વ સ્તરનો ટ્રાન્સપોર્ટ અને યુટિલીટી ઈનફ્રાસ્ટ્રકચરનો પોર્ટફોલિયોનુ નિર્માણ કર્યુ છે.  અમદાવાદમાં વડુ મથક ધરાવતા આ જૂથે પોતાને ટ્રાન્સપોર્ટ લોજીસ્ટીક અને એનર્જી યુટિલિટીમાં માર્કેટ લીડર તરીકે સ્થાપીને ભારતમાં મોટા કદના ઈનફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ઓ એન્ડ એમ પ્રણાલીના સિમાચિન્હો સ્થાપિત  રહ્યુ છે. ચાર આઈજી રેટેડ બિઝનેસ સાથે તે ભારતમાં એક માત્ર ઈનફ્રાસ્ટ્રકચર ઈનવેસ્ટમેન્ટ ગ્રેડ  ઈસ્યુઅર છે. અદાણી  જૂથ પોતાના મોખરાના સ્થાન માટે “રાષ્ટ્ર નિર્માણ”  અને “ગ્રોથ વીથ ગુડનેસ”ની  તેની મુખ્ય વિચાર ધારાને  યશ આપે છે. અદાણી જૂથ જળવાયુ સુરક્ષા અને  પર્યાવરણ, વૈવિધ્ય  અને મૂલ્યના આદાન પ્રદાનના સિધ્ધાંત  સિધ્ધાંતને આધારે  સીએસઆર પ્રવૃત્તિ વડે સમુદાયો સુધી પહોંચીને  તેની ESG ફૂટ પ્રિન્ટ વિસ્તારવા માગે છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અંગે:

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL,NSE : ADANI GREEN)એ વિવિધીકરણ ધરાવતા અદાણી જૂથનો હિસ્સો છે.  12+GWpથી વધુ ક્ષમતા સાથે સંચાલન, બાંધકામ હેઠળના તથા એનાયત પ્રોજેકટ ધરાવતી વિશ્વની સૌથી મોટી સોલાર  કંપની છે કે જે કંપની બીલ્ડ, ઓન, ઓપરેટ અને મેઈન્ટેનના ધોરણે   ગ્રીડ કનેકટેડ સોલર  અને પવન ઉર્જા પ્રોજેકટ વિકસાવે છે. પેદા થયેલી વીજળી  ઈનવેસ્ટમેન્ટ ગ્રેડ કાઉન્ટરપાર્ટીઓને આપવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code