1. Home
  2. ગુજરાતી
  3. આરબીઆઇની રોક છતાં ડેબિટ કાર્ડ પેમેન્ટ પર બેંક સરચાર્જ વસૂલે છે: રિપોર્ટ
આરબીઆઇની રોક છતાં ડેબિટ કાર્ડ પેમેન્ટ પર બેંક સરચાર્જ વસૂલે છે: રિપોર્ટ

આરબીઆઇની રોક છતાં ડેબિટ કાર્ડ પેમેન્ટ પર બેંક સરચાર્જ વસૂલે છે: રિપોર્ટ

0
Social Share
  • આઇઆઇટી બોમ્બેના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો
  • બેંકો ડેબિટ કાર્ડ પેમેન્ટ પર સરચાર્જ વસૂલ કરી રહી છે
  • આરબીઆઇ દ્વારા આ બાબતના નિયમન માટેનું વાતાવરણ ઉભું કરવું આવશ્યક

નવી દિલ્હી: તમને એમ લાગતું હશે કે તમે જે ઓનલાઇન પેમેન્ટ કરો છો તેમાં કોઇ અલગથી સરચાર્જ લાગતો નથી, પરંતુ જો તમે હકીકત જાણશો તો ચોંકી જશો. આઇઆટી બોમ્બેના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રિઝર્વ બેંકએ બેંકો પર ઓનલાઇન ચૂકવણી કરવા પર રોક લગાવી છે. પરંતુ રોક લગાવ્યા છતાં બેંકો અને પેમેન્ટ એગ્રીગેટર ઓનલાઇન પેમેન્ટ પર સરચાર્જ વસૂલ કરી રહી છે.

બિઝનેસ વેબસાઇટ મનીકન્ટ્રોલ ડોટ કોમમાં રજૂ થયેલા એક સમાચાર અનુસાર, ડેબિટ કાર્ડ પેમેન્ટ પર મર્ચન્ટ પાસેથી 2 ટકા સુધી અને ડેબિટ કાર્ડ પેમેન્ટ પર ગ્રાહક પાસેથી 0.9 ટકા સુધીનો સરચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો છે. આઇઆઇટીના એક પ્રાધ્યાપકે એવો મત વ્યક્ત કર્યો કે રિઝર્વ બેંકે એવું શિસ્તબદ્વ વાતાવરણ બનાવવાની અને પગલાં લેવાની જરૂરીયાત છે, જેમાં મર્ચન્ટ, બેંક/પેમેન્ટ એગ્રીગેટરને ગ્રાહક પાસેથી પેમેન્ટ પર કોઇ પ્રકારની ચૂકવણી લેવાથી રોકી શકાય.

આ અંગે આઇઆઇટીના એક પ્રોફેસરે તેમના સ્ટડીમાં લખ્યું છે કે, એક્ચ્યઅલ બેંક, પેમેન્ટ એગ્રીગેટર ગ્રાહક પાસેથી ડિજીટલ પેમેન્ટ પર કંનીનિયરંસ ફીના નામ પર ચાર્જ વસૂલ કરે છે તે એક મોટો સવાલ છે. મનીકન્ટ્રોલ અનુસાર, આ પ્રકારની વસૂલાત કરનાર લોકોની આઇઆઇટી બોમ્બેની યાદીમાં આઇસીઆઇસીઆઇ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક અને તાતા એસઆઇએ, સ્પાઇસ જેટનો પણ ઉલ્લેખ છે.

આપને જણાવી દઇએ કે, એક્ચ્યુઅર બેંક મર્ચન્ટને કાર્ડ્સ દ્વારા પેમેન્ટ લેવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે છે. જ્યારે પેમેન્ટ એગ્રીગેટર મર્ચન્ટને એક્ચ્યુઅર બેંકથી કનેક્ટ કરે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં તેઓ કસ્ટમર પાસેથી પેમેન્ટ રિસીવ કરે છે, તેને ભેગું કરે છે અને એક સમય બાદ મર્ચન્ટને ટ્રાન્સફર કરે છે.

જો કે, રિઝર્વ બેંકમાં જાહેર કરેલા નિયમો અંતર્ગત ડેબિટ કાર્ડ પર સરચાર્જ લઇ શકાય નહીં, તેના પર પ્રોફેસર દાસનું કહેવું છે કે, એવું લાગે છે કે, આરબીઆઇના નિયમોમાં આ વાતની મંજૂરી આપવામાં આવી છે કે, પેમેન્ટ એગ્રીગેટર્સ કંઝ્યૂમરથી વસૂલ કરી શકે. આ કામ પેમેન્ટ સરચાર્જ માટે એક પ્રકારથી સરોગેટની જેવું લાગે છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશી પ્લેટફોર્મ માટે આર્થિક સબ્સિડી આપવી જોઇએ. જેથી વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મની સરખામણીએ ઘરેલૂ પ્લેટફોર્મને મજબૂતી મળે. ભીમ યૂપીઆઇ દ્વારા પેમેન્ટનો ભાર સરકારે ઉઠાવવો જોઇએ.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code