- તહેવારોની મોસમમાં બેંકોએ ઘટાડ્યા વ્યાજદરો
- બેંકોએ કાર અને હોમ લોનના વ્યાજદરોમાં આપી છૂટછાટ
- બેંક ઑફ ઇન્ડિયાએ પણ વ્યાજદરોમાં કાપ મૂક્યો
નવી દિલ્હી: તહેવારોની મોસમમાં SBI અને બેંક ઑફ બરોડાના ગ્રાહકોને મોટી ભેટ મળી છે. આ બંને બેકો સહિત ઘણી બેંકોએ હોમ લોન અને કાર લોનના રેટમાં ઘટાડો કર્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, બેંક ઑફ ઇન્ડિયાએ પણ કાર તેમજ હોમ લોનના વ્યાજદરોમાં છૂટની જાહેરાત કરી છે. હવે બેંક ઑફ ઇન્ડિયાના ગ્રાહકોને સસ્તી હોમ લોન અને વાહન લોન મળશે.
Ab Khushiyan Hongi Double! Avail BOI Star Home Loan@6.5% & Star Vehicle Loan@6.85 with Nil Processing Fees! Give a missed call on 8010968305. SMS <HL> to 7669300024 for Home Loan. SMS <VL> to 7669300024 for Vehicle Loan.
Apply online now : https://t.co/bKdotIdeul#BOIUtsav pic.twitter.com/y1DmhTOw2r— Bank of India (@BankofIndia_IN) October 17, 2021
બેંક ઑફ ઇન્ડિયાએ હોમ લોન પર 35 બેસિસ પોઇન્ટ અને કાર લોન પર 50 બેસિસ પોઇન્ટનો કાપ મૂક્યો છે. આ કાપ બાદ બીઓઆઇ ગ્રાહકોને હવે 6.50 ટકા પર હોમ લોન મળશે. અગાઉ તે 6.85 ટકા હતી. બીજી તરફ વાહન લોનનો નવો વ્યાજ દર 7.35 ટકાથી ઘટીને 6.85 ટકા થયો છે.
બેંક ઑફ ઇન્ડિયાના આ નવા વ્યાજદરો 18 ઑક્ટોબરથી અમલમાં આવશે, ગ્રાહકો આગામી 31 ડિસેમ્બર સુધી આ સેવાનો લાભ લઇ શકશે. બેંક 31 ડિસેમ્બર સુધી હોમ લોન અને વાહન લોન પર પ્રોસેસિંગ ફીની પણ વસૂલાત નહીં કરે.