સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ફાર્મા કંપની બાયોકોન બાયોલોજીક્સ વચ્ચે 5145 કરોડમાં કરાર, જાણો વધુ વિગત
- કોવિશિલ્ડ ટેક્નોલોજીનો Biocon Biologicsમાં વિલય
 - SII અને ફાર્મા કંપની બાયોકોન બાયોલોજીક્સ વચ્ચે 5145 કરોડમાં થયા કરાર
 - આ કરાર હેઠળ બંને કંપનીઓ સંયુક્તપણે કેટલીક નવી રસીનું નિર્માણ કરશે
 
નવી દિલ્હી: કોરોના માટે કોવિશિલ્ડ વિક્સિત કરનાર કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ફાર્મા કંપની બાયોકોન બાયોલોજિક્સએ કરાર કર્યા છે. આ કરાર હેઠળ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લાઇન સાયન્સના પૂર્ણ સ્વામિત્વ વાળી કંપની કોવિશીલ્ડ ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડનું બાયોકોન બાયોલોજિક્સમાં વિલય કરી દીધો છે. આ કરારની અંદાજીત રકમ 5145 કરોડ રૂપિયા છે.
આ કરાર હેઠળ બંને કંપનીઓ સંયુક્તપણે કેટલીક નવી રસીનું નિર્માણ કરશે અને સમગ્ર વિશ્વના માર્કેટમાં પહોંચાડશે. બાયોકૉન ગ્રૂપ Bioconના ચેરપર્સન કિરણ મઝુમદાર શૉ અને SIIના CEO અદાર પૂનાવાલાએ આ જાણકારી આપી હતી.
બંને કંપનીઓ ભારતના વેક્સિન અને બાયોલૉજિક્સ ડેવલપમેન્ટ ફિલ્ડમાં કંઈક મોટુ કરવાની તૈયારી કરી રહી છે. આનાથી બીબીએલને આગામી 15 વર્ષ સુધી દર વર્ષે 10 કરોડ ડોઝ વેક્સિન ઉપલબ્ધ થશે. કંપનીને SILS ના વેક્સનને દુનિયાના બજારોમાં પણ વેચવાનો અધિકાર મળશે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લાઇફ સાયન્સને બાયોકોન બાયોલોજીક્સમાં 15 ટકા ભાગીદારી પણ પ્રાપ્ત થશે. બીબીએલનું વેલ્યુએશન લગભગ 36,000 કરોડ રૂપિયા માનવામાં આવે છે.
આ ડીલને બંને કંપનીઓને પ્રગતિ થશે. આનાથી બાયોકોનને વેક્સિન સેગમેન્ટમાં પ્રવેશ કરવામાં મદદ મળશે તો સીરમને બાયોકોનની monoclonal antibodies (mABs), m-RNA ટેક્નોલોજી જેવી કેટલાય પ્રકારની એક્સપર્ટીઝ પ્રાપ્ત થશે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

