- તહેવારો પૂર્વે ગ્રાહકોમાં આશાવાદ વધ્યો
- ભારતીયોનો ગ્રાહક વિશ્વાસ ઑક્ટોબર મહિના દરમિયાન 1.9 ટકા વધ્યો
- જો કે અર્થતંત્ર પ્રત્યે વિશ્વાસમાં નજીવી વૃદ્ધિ
નવી દિલ્હી: તહેવારો હવે નજીક આવી રહ્યાં છે ત્યારે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેની સાથોસાથ ભારતીય ગ્રાહકોમાં આશાવાદ પણ વધી રહ્યો છે. પ્રાઇમરી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ અનુસાર શહેરી ભારતીયોનો ગ્રાહક વિશ્વાસ ઑક્ટોબર મહિના દરમિયાન 1.9 ટકા વધ્યો છે.
ઑક્ટોબર મહિના દરમિયાન વાત કરીએ તો ગ્રાહકોના આત્મવિશ્વાસમાં વૃદ્વિ જોવા મળી છે તેમજ પર્સનલ ફાઇનાન્સ અને ભાવિ રોકાણના બે મુખ્ય ક્ષેત્રોમાં વિશ્વાસ વધ્યો છે. તહેવારોની મોસમ દરમિયાન આ એક જમા પાસુ છે, કારણ કે ગ્રહાકો તહેવારોને સમયે મોજમસ્તી અને મનોરંજન માટે નાણાંની તંગીમાંથી પસાર થઇ રહ્યાં નથી.
અર્થતંત્ર પ્રત્યે વિશ્વાસમાં નજીવી વૃદ્ધિ જોવા મળી છે અલબત્ત કોરોના મહામારી અને લોકડાઉનના ફટકાથી અર્થતંત્રને બેઠું થવામાં વધારે સમય લાગશે તે સમજી શકાય તેવી બાબત છે.
બીજી તરફ દેશમાં નોકરીઓ પ્રત્યે પણ વિશ્વાસમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. આ વિશ્વાસ નિરાશાજનક છે. આ પરથી સરકાર અને ઉદ્યોગ જગત બંને દ્વારા પગલાં લેવાય તે અતિ આવશ્યક બન્યું છે.
ચાર વેઇટેજ પેટા-સૂચકાંકોના એકત્રીકરણ દ્વારા સંચાલિત માસિક PCSI ગત મહિનાની તુલનાએ ઑક્ટોબરમાં ઓછામાં ઓછા 3 સબ-ઇન્ડાઇસિસમાં સુધારો દર્શાવી રહ્યો છે. જેમાં સબ-ઇન્ડેક્સ આર્થિક અપેક્ષા 0.3 ટકા, ઇન્વેસ્ટમેન્ટ ક્લાઇમેટ 3.8 ટકા, કરન્ટ પર્સનલ ફાઇનાન્સિયલ કન્ડિશન્સ 4.2 ટકા છે.