BUSINESSગુજરાતી

કોવિડ-19 ઇફેક્ટ: દેશમાં સોનાની કુલ માંગ 30% ઘટી, દાગીનાનું વેચાણ પણ 48% ઘટ્યું

  • દેશમાં કોરોના મહામારીથી લાગુ પડેલા લોકડાઉનથી સોનાની માંગ ઘટી
  • આર્થિક અનિશ્વિતતા અને વિક્રમી ઉંચાઇએ પહોંચેલા ભાવથી સોનાની માંગ ઘટી
  • જુલાઇથી સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં સોનાની માંગ 30 ટકા ઘટી

મુંબઇ: વિશ્વમાં ભારત સોનાની ખરીદીના મામલે બીજા ક્રમે છે અને પીળી કિંમતી ધાતુ સોના પ્રત્યેનો ભારતીયોનો લગાવ જગજાહેર છે. જો કે આ વખતે કોરોના મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી સર્જાયેલી આર્થિક અનિશ્વિતતા અને વિક્રમી ઉંચાઇએ પહોંચેલા ભાવથી સોનાની માંગ ગંભીર રીતે પ્રભાવિત થઇ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા પ્રમાણે ભારતમાં જુલાઇથી સપ્ટેમ્બર 2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન સોનાની માંગ વાર્ષિક તુલનાએ 30 ટકા ઘટીને 86.6 ટન નોંધાઇ છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં સોનાની માંગ 123.9 ટન રહેવા પામી હતી.

પીળી કિંમતી ધાતુના આસમાને પહોંચેલા ભાવને કારણે મૂલ્યની દૃષ્ટિએ પણ સોનાની માંગમાં વધારે ઘટાડો થયો છે. સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ભારતમાં સોનાની આયાત મૂલ્યની રીતે માત્ર 4 ટકા ઘટીને 39,510 કરોડ રૂપિયા રહી છે જે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં 41300 કરોડ રૂપિયાની મૂલ્યની સોનાની આયાત કરાઇ હતી.

સોનાના દાગીનાની માંગની વાત કરીએ તો દેશમાં સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં દાગીનાની માંગ 48 ટકા ઘટીને 52.8 ટન રહી છે જે વર્ષ પૂર્વેના સમાન ત્રિમાસિક ગાળા દરમિયાન 101.6 ટન રહી હતી. મૂલ્યની રીતે સોનાના દાગીનાની માંગ 20 ટકા ઘટીને 24100 કરોડ રૂપિયા નોંધાઇ છે જે જુલાઇથી સપ્ટેમ્બર 2019ના ત્રિમાસિક ગાળામાં 33850 કરોડ રૂપિયા હતી.

જો કે આનાથી વિપરીત સપ્ટેમ્બરમાં રોકાણ માટે સોનાની માંગ 52 ટકા વધીને 33.8 ટન રહી છે જે વર્ષ 2019ના સમાન ક્વાર્ટરમાં 22.3 ટન હતી. મૂલ્યની રીતે સોનાની રોકાણ માંગ 107 ટકા વધીને 15410 કરોડ રૂપિયા થઇ છે જે વર્ષ પૂર્વેના સમાન ત્રિમાસિક ગાળા દરમાયન 7450 કરોડ રૂપિયા હતી.

(સંકેત)

Related posts
BUSINESSગુજરાતી

હવે આ દેશના યૂઝર્સે Google Payથી મની ટ્રાન્સફર કરવા આપવો પડશે ચાર્જ

ગૂગલ પે યૂઝર્સના USના યૂઝર્સ માટે મહત્વના સમાચાર હવે યુએસના યૂઝર્સ પાસેથી કંપની મની ટ્રાન્સફર માટે ચાર્જ વસૂલશે જો કે ભારતના યૂઝર્સ…
BUSINESSગુજરાતી

ખાનગીકરણની નીતિના વિરોધમાં 26મીએ બેંક કર્મચારીઓની હડતાળ

કેન્દ્રીય ટ્રેડ યુનિયનના આહવાહન પર 26મી નવેમ્બરે બેંકોના કર્મચારીઓની હડતાળ શ્રમ વિરોધી, કિસાન વિરોધી નીતિઓના વિરોધમાં આ હડતાળ કરાશે આ હડતાળને ઑલ…
REGIONALગુજરાતી

રાજ્યમાં સ્થિતિ અંકુશમાં ના આવે ત્યાં સુધી નાઇટ કર્ફ્યૂ યથાવત્ રહેશે: CM વિજય રૂપાણી

રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને સીએમ વિજય રૂપાણીનું નિવેદન કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની સુવિધા ઉપલબ્ધ પરિસ્થિતિ નિયંત્રણમાં…

Leave a Reply