- સરકાર 6 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કરાવશે
- ટૂંક સમયમાં તે તેમના ખાતામાં જોઇ શકાય છે
- અહીંયા આપેલા સ્ટેપ્સથી તમે PF બેલેન્સ ચેક કરી શકો છો
નવી દિલ્હી: પીએફ ખાતાધારકો માટે સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધી સંગઠન ટૂંક સમયમાં લગભગ 6 કરોડ ગ્રાહકોના ખાતામાં વ્યાજ જમા કરવા જઇ રહ્યું છે. EPFOએ એક ટ્વીટમાં પુષ્ટિ કરી છે. EPFOએ સબ્સ્ક્રાઇબર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, વ્યાજ જમા કરવાની પ્રક્રિયા પાઇપલાઇનમાં છે અને ટૂંક સમયમાં તે તેમના ખાતામાં જોઇ શકાય છે.
EPFOએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે પણ વ્યાજ જમા કરવામાં આવશે ત્યારે સંપૂર્ણ રકમની ચૂકવણી કરવામાં આવશે. વ્યાજનું નુકશાન થશે નહીં. EPFO ટૂંક સમયમાં 8.5 ટકા EPF વ્યાજ જમા કરાવી શકે છે. રિટાયરમેન્ટ ફંડ રેગ્યુલેટરી બોડીએ નાણાંકીય વર્ષ 2020-21 માટે EPF વ્યાજ દર યથાવત્ રાખ્યો છે.
એકવાર વ્યાજ જમા થઈ જાય પછી પીએફ સબ્સ્ક્રાઇબર્સ ચાર રીતે તેમના EPF બેલેન્સ અને વ્યાજની સ્થિતિ જાણી શકે છે. સબ્સ્ક્રાઇબર્સે EPF બેલેન્સ ચેક કરવા માટે તેમનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવેટેડ હોવો જોઈએ..
1. મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણો
તમારા PFના પૈસાની સ્થિતિ ચેક કરવા માટે તમારે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ કોલ આપવો પડશે. આ પછી તમને EPFOના મેસેજ દ્વારા PFની વિગતો મળશે. અહીં પણ તમારું UAN, PAN અને Adhaar લિંક હોવું જરૂરી છે.
2. ઓનલાઇન બેલેન્સ ચેક કરો
1. ઓનલાઇન બેલેન્સ ચેક કરવા માટે EPFO ની વેબસાઇટ પર લ લોગ ઇન કરો, epfindia.gov.in માં ઇ-પાસબુક પર ક્લિક કરો.
2. હવે તમારી ઇ-પાસબુક પર ક્લિક કરવા પર એક નવું પેજ passbook.epfindia.gov.in પર આવશે.
3. હવે અહીં તમે તમારું યુઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરો
4. વિગતો ભર્યા પછી તમે એક નવા પેજ પર આવશો અને અહીં તમારે મેંબર આઈડી પસંદ કરવાનું રહેશે.
5. અહીં તમને ઇ-પાસબુક પર તમારું ઇપીએફ બેલેન્સ મળશે.