1. Home
  2. ગુજરાતી
  3. 10 વર્ષમાં પ્રથમવાર ઓટો સેક્ટરની રોનક ફિક્કી પડી, દિવાળી દરમિયાન વેચાણ ઘટ્યું
10 વર્ષમાં પ્રથમવાર ઓટો સેક્ટરની રોનક ફિક્કી પડી, દિવાળી દરમિયાન વેચાણ ઘટ્યું

10 વર્ષમાં પ્રથમવાર ઓટો સેક્ટરની રોનક ફિક્કી પડી, દિવાળી દરમિયાન વેચાણ ઘટ્યું

0
Social Share
  • 10 વર્ષમાં ઓટો સેક્ટરની રોનક પહેલીવાર ફિક્કી પડી
  • ઓટો ઉત્પાદકોએ 2020માં 305,916 એકમોની સામે 238,776 એકમોનું વેચાણ કર્યું
  • બીજી તરફ ટુ વ્હીલરનું રજીસ્ટ્રેશન 1.07 લાખ યુનિટ પર 11 ટકા ઓછું હતું

નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે નોરતા, દિવાળી સહિતના પર્વ દરમિયાન ઑટો સેક્ટરમાં ખાસ રોનક જોવા મળતી હોય છે કારણ કે આ સમયમાં લોકો સૌથી વધુ ગાડીની ખરીદી કરતા હોય છે. જો કે આ વર્ષે ઓટો સેક્ટરમાં રોનક ફિક્કી જોવા મળી છે. છેલ્લા 10 વર્ષમાં પ્રથમવાર આ વર્ષ ઑટો સેક્ટર માટે સૌથી ખરાબ રહ્યું છે. ગત વર્ષની તુલનામાં 30 દિવસોમાં ગાડીઓના રજીસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પેસેન્જર વ્હીકલના માર્કેટમાં ચિપની અછતને કારણે સપ્લાય પર અસર થઇ છે. દ્વિ-ચક્રી વાહનોના વેચાણમાં પણ ઘટાડો થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઓટો ઉત્પાદકોએ 2020માં 305,916 એકમોની સામે 238,776 એકમોનું વેચાણ કર્યું હતું. આ વખતે લગભગ સાડા ત્રણ લાખ પેસેન્જર વ્હીકલનું ડિલીવરી કરાઇ. આ રીતે ગત વર્ષની તુલનામાં આ વખતે તેમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ટુ વ્હીલરનું રજીસ્ટ્રેશન 1.07 લાખ યુનિટ પર 11 ટકા ઓછું હતું.

પેસેન્જર વ્હીકલ ડીલરો પાસે ઓક્ટોબરના અંત સુધીમાં ધનતેરસ અને દિવાળી પહેલા માત્ર 1,20,000 યુનિટ્સ માટેનું રો મટિરિયલ અડધાથી ઓછું બચ્યું હતું. આ સાથે, માત્ર 8-10 દિવસની ડિલિવરી પૂર્ણ થઈ છે. જેના કારણે ગ્રાહકો તહેવારો પહેલા બુક કરાયેલી કાર અને એસયુવીની ડિલિવરી લેવાની રાહ જોઈ રહ્યા છે. 30-દિવસની તહેવારોની સિઝન દરમિયાન કુલ વાહન વેચાણમાં પેસેન્જર વાહનોનો હિસ્સો ઐતિહાસિક રીતે 19% થી ઘટીને 21.5-22% થયો છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ એવા રાજ્યો છે જે મળીને લગભગ ચોથા ભાગની વાહન ખરીદીમાં ફાળો આપે છે, પરંતુ આ વખતે તેમાં 6-9%નો ઘટાડો નોંધાયો છે. જ્યારે બિહાર, દિલ્હી, ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા મળીને વાહનોના વેચાણમાં 30% હિસ્સો ધરાવે છે. અહીં પણ 15-22%નો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ ફેસ્ટિવલ સિઝનમાં હેવી ગુડ્સ વ્હીકલ અને થ્રી વ્હીલર રિટેલ સેલમાં ક્રમશઃ 88 ટકા અને 67 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જે પાછલા વર્ષના નીચલા આધારે સૌથી વધુ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code