1. Home
  2. ગુજરાતી
  3. RBI એ વ્યાજદરો યથાવત્ રાખ્યા, રિવર્સ રેપો રેટ પણ બરકરાર
RBI એ વ્યાજદરો યથાવત્ રાખ્યા, રિવર્સ રેપો રેટ પણ બરકરાર

RBI એ વ્યાજદરો યથાવત્ રાખ્યા, રિવર્સ રેપો રેટ પણ બરકરાર

0
Social Share

 

RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં MPC ની યોજાઈ બેઠક
– વ્યાજદરો યથાવત્ રાખવાનો લેવાયો નિર્ણય
– રિવર્સ રેપો રેટ પણ 3.3 ટકા પર બરકરાર

આજે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ ની અધ્યક્ષતા હેઠળ મોનેટરી પોલિસી કમિટીની બેઠક યોજાઇ હતી. છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજદરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. જો કે આ વર્ષે અગાઉ આરબીઆઇએ વ્યાજદરોમાં કુલ 1.15 ટકાનો ઘટાડો કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રિઝર્વ બેન્કે વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 4 ટકા પર યથાવત્ છે. MPCએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. રિવર્સ રેપો રેટ 3.3 ટકા પર બરકરાર છે. MSF, બેંક રેટ 4 25 ટકા પર યથાવત્ છે.

મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે દેશમાં અર્થતંત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે. ભારતીય વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી વધારો થઈ રહ્યો છે.

કોરોનાની મહામારીને કારણે અનેક લોકો જ્યારે આર્થિક સંકટ અનુભવતા હતા તેને કારણે આરબીઆઇએ માર્ચ મહિનામાં ત્રણ મહિના માટે મોરેટોરિયમ સુવિધા આપી હતી, આ સુવિધા બાદમાં માર્ચ થી ૩૧ મે સુધી ત્રણ મહિના માટે લંબાવી હતી ત્યારબાદ તેને વધુ ત્રણ મહિના માટે ૩૧ ઓગસ્ટ સુધી લંબાવી હતી.

નોંધનીય છે કે જૂન માસમાં મોંઘવારી દર વધીને 6.09 ટકા થયો હોવાથી RBI રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં કરે તેવો નિષ્ણાંતો મત વ્યક્ત કરી રહ્યા હતા અને આરબીઆઇએ ધારણા મુજબ વ્યાજદરો યથાવત્ રાખ્યા છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code