1. Home
  2. ગુજરાતી
  3. ‘ક્રૂર’ ઓઇલ, ત્રણ વર્ષમાં પ્રથમવાર એવું બનશે કે પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે
‘ક્રૂર’ ઓઇલ, ત્રણ વર્ષમાં પ્રથમવાર એવું બનશે કે પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે

‘ક્રૂર’ ઓઇલ, ત્રણ વર્ષમાં પ્રથમવાર એવું બનશે કે પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે

0
Social Share

નવી દિલ્હી: વિશ્વમાં ક્રૂડ ઑઇલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર ઉછાળો થવાની સંભાવના છે.

ભારતમાં પણ ક્રૂડ ઑઇલના ભાવ લગભગ ત્રણ વર્ષમાં તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. જ્યારે ક્રૂડ ઑઇલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે ક્રૂડ ઑઇલના ભાવમાં ઉછાળો આવે છે ત્યારે તેનો સીધો બોજ ગ્રાહકો પર પડે છે. જો કે, જ્યારે ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડો થયો હતો. ત્યારે સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો, જેને કારણે ગ્રાહકોને તે સમયે પણ બળતણ માટે વધુ પૈસા ખર્ચવા પડ્યા હતા. નાણાકીય વર્ષ 2015 અને નાણાકીય વર્ષ 2021 વચ્ચે પેટ્રોલિયમ પેદાશો પર એક્સાઇઝ ડ્યુટી દ્વારા કેન્દ્રને લગભગ 16 લાખ કરોડની કમાણી થઇ છે.

તાજેતરના સમયમાં રિટેલ કિંમતોમાં ઉછાળા માટે કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી એક મુખ્ય કારણ છે. જ્યારે છૂટક ભાવમાં રાજ્યોનો હિસ્સો સ્થિર રહ્યો છે. 2014 ના અંત પછી, આમાં કેન્દ્રનો હિસ્સો અનેકગણો વધી ગયો છે. વર્ષ 2020 માં, રોગચાળા દરમિયાન પણ, એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો હતો.

ઓપેક દેશોની બેઠકમાં પરિણામો અપેક્ષા કરતા અલગ આવ્યા છે, જેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. બેઠક પહેલા, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે માંગમાં વધારો થવાને કારણે ઉત્પાદન પણ તે મુજબ વધશે, પરંતુ ઓપેક દેશોએ પ્રતિદિન માત્ર 4 લાખ બેરલ ઉત્પાદન વધાર્યું છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 2.5 ટકાનો વધારો થયો છે. ગઈકાલના કારોબારના અંતે, બ્રેન્ટ ક્રૂડની કિંમત $ 81 ને પાર કરી ગઈ હતી.

વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ 3.02 ટકા વધીને 78.17 ડોલર પ્રતિ બેરલ, જ્યારે લંડન સ્થિત આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 3.17 ટકા વધીને 81.79 ડોલર પ્રતિ બેરલ થયું છે. OPEC +દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કારણે, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

આ સિવાય ભારતમાં પેટ્રોલ અને ડીઝલના સરેરાશ વપરાશની વાત કરીએ તો રોગચાળા દરમિયાન તેમાં મોટો ઘટાડો થયો હતો. સપ્ટેમ્બર 2020 માં પેટ્રોલ અને ડીઝલનો સરેરાશ વપરાશ 5222 પર પહોંચી ગયો. એપ્રિલ 2021 માં આ જ વપરાશ 6929 હતો. કોરોના મહામારી દરમિયાન ક્રૂડની આયાતમાં પણ મોટો ઘટાડો થયો હતો. ઓક્ટોબર 2020 માં ક્રૂડની આયાત ઘટીને 14924 થઈ ગઈ હતી. આ સિવાય મે 2021 માં આ જ આયાત વધીને 18451 થઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code