1. Home
  2. ગુજરાતી
  3. RBIએ ચાર સહકારી બેંકોને ફટકાર્યો દંડ, અમદાવાદની આ બેંક પણ સામેલ
RBIએ ચાર સહકારી બેંકોને ફટકાર્યો દંડ, અમદાવાદની આ બેંક પણ સામેલ

RBIએ ચાર સહકારી બેંકોને ફટકાર્યો દંડ, અમદાવાદની આ બેંક પણ સામેલ

0
Social Share
  • RBIની કેટલીક કો-ઑપરેટિવ બેંકો સામે લાલ આંખ
  • RBIએ ચાર બેંકોને કરોડોનો દંડ ફટકાર્યો
  • કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે દંડ ફટકારાયો

નવી દિલ્હી: કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરતી કો ઑપરેટિવ બેંકો સામે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ લાલ આંખ કરી છે અને ચાર બેન્કોને કરોડોનો દંડ ફટકાર્યો છે.

RBI અનુસાર અમદાવાદ મર્કેન્ટાઇલ કો-ઑપરેટિવ બેંક પર 62.50 લાખ, મુંબઇની SVC સહકારી બેંક પર 37.50 લાખ રૂપિયા તેમજ મુંબઇની સારસ્વત બેંક પર 25 લાખ અને આંધ્રપ્રદેશની મહેશ કો-ઑપરેટિવ અર્બન બેંક પર 1.12 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે.

રિઝર્વ બેન્કના કહેવા પ્રમાણે આંધ્રપ્રદેશની મહેશ કો-ઓપરેટિવ અર્બન બેન્ક પર ડિપોઝીટ પરના ઈન્ટરેસ્ટ રેટ તેમજ કેવાયસીને લગતા નિયમોનુ પાલન નહી કરવા બદલ જ્યારે અમદાવાદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક પર જમા થાપણ પરના ઈન્ટરેસ્ટ રેટના નિયમોનુ પાલન નહીં કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે. જ્યારે એસવીસી સહકારી બેન્કે છેતરપિંડી પર નજર રાખવા અંગેના નિયમોનુ પાલન કર્યુ નથી. આથી તેને પણ દંડ ફટકારાયો છે. જ્યારે સારસ્વત સહકારી બેન્કે ડિપોઝિટ પરના ઈન્ટરેસ્ટ રેટ તેમજ ડિપોઝીટ એકાઉન્ટની દેખરેખના નિયમોનુ પાલન કર્યુ નહીં હોવાથી તેને દંડ કરવામાં આવ્યો છે.

ગયા અઠવાડિયે પણ રિઝર્વ બેન્કે કાર્યવાહી કરીને મુંબઈની મોગાવીરા કો ઓપરેટિવ બેન્ક સહિતની ત્રણ સહકારી બેન્કોને 23 લાખનો દંડ ફટકાર્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code