
- RBIએ માર્કેટિંગ ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ DCB બેંક સામે કરી કાર્યવાહી
- RBIએ માર્કેટિંગ ધોરણોનું ઉલ્લઘન કરવા બદલ ડીસીબી બેંકને 22 લાખનો દંડ ફટકાર્યો
- રિઝર્વ બેંકે 28 ઑક્ટોબરના રોજ આ દંડ ફટકાર્યો હતો
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ માટેના માર્કટિંગ ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ ડીસીબી બેંકને 22 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સ્ટોક એક્સચેન્જને કરેલ ફાઇલિંગમાં ડીસીબી બેંકે જણાવ્યું હતું કે, રિઝર્વ બેંકે 28 ઑક્ટોબરના રોજ આ દંડ ફટકાર્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ફાઇલિંગમાં સાથે બિડેલ RBIના ઓર્ડરમાં જણાવ્યું છે કે, રિઝર્વ બેંકે માર્કેટિંગ/મ્યુચ્યુઅલ ફંડ/ વીમા વિતરણ વગેરે, પરિપત્રમાં સમાવિષ્ટ RBI દ્વારા આપવામાં આવેલા નિર્દેશોની કેટલીક જોગવાઇઓનું પાલન ન કરવા બદલ 16 નવેમ્બર, 2009ના સંદર્ભમાં ડીસીબી બેંકને 22 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકારવામાં આવ્યો છે.
આ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ આરબીઆઇને અપાયેલી સત્તાઓનો ઉપયોગ હેઠળ કરવામાં આવ્યો છે તેવું આરબીઆઇએ જણાવ્યું હતું.
RBIએ વધુમાં ઉમેર્યુ હતું કે કાર્યવાહી નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઇપણ વ્યવહાર કે કરારની માન્યતાને તોડવાનો હેતુ નથી.
RBIએ નેશનલ સ્પોટ એક્સચેંજ લિમિટેડ (એનએસઈએલ) પર ડિફોલ્ટના મામલામાં પેરા-બેંકિંગ પ્રવૃત્તિથી સંબંધિત રેકોર્ડનું ઓફ-સાઇટ એક્ઝામિનેશન કર્યુ હતુ.
ઓફ-સાઇટ એક્ઝામિનેશન અને સંબંધિત પત્રવ્યવહારથી RBI દ્વારા જારી કરવામાં આવતી સંબંધિત દિશાનિર્દેશોનું પાલન ન કરાયું હોવાનું બહાર આવ્યું છે.
નોંધનીય ચે કે, આમ બેંકને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેમાં નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેના શા માટે દંડ કરવો જોઇએ નહીં તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.
(સંકેત)