- RBIનો મહત્વનો નિર્ણય
- RBIએ બેંકો માટે PCAના સુધારેલા નિયમો જારી કર્યા
- સુપરવાઇઝરી હસ્તક્ષેપને સક્ષમ કરવા આ નવુ માળખુ જારી કરાયું
નવી દિલ્હી: હવે RBIએ મહત્વનો નિર્ણય લીધો છે. RBIએ પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનના નિયમોમાં ફેરફાર કર્યો છે. સુપરવાઇઝરી હસ્તક્ષેપને સક્ષમ કરવા તેમજ અસરકારક બજાર શિસ્તને જાળવવાના ઉદ્દેશ્ય સાથે RBIએ બેંકો માટે સુધારેલ પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન માળખું જારી કર્યું છે.
આ નવા ફ્રેમવર્કમાં મોનટરિંગ માટે કેપિટલ, એસેટ ક્વોલિટી અને લિવરેજ મહત્વના ક્ષેત્રો બની રહેશે.
પીસીએની સુધારેલી રૂપરેખા 1લી જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે. નોંધનિય છે કે, પીસીએના નિયમોમાં છેલ્લે એપ્રિલ 2017માં સુધારો કરવામાં આવ્યો હતો.
રિઝર્વ બેન્કે કહ્યુ કે, પીસીએના નિયમોનો ઉદ્દેશ યોગ્ય સમયે સુપરવાઇઝરી હસ્તક્ષેપને સક્ષમ કરી સુધારાત્મક પગલાં લેવાનો અને અમલમાં મૂકવાનો છે, જેથી તેની નાણાકીય સદ્ધરતા ફરી મજબૂત કરી શકાય. પીસીએ ફ્રેમવર્કનો હેતુ બજારની અસરકારક શિસ્ત માટેના સાધન તરીકે પણ કાર્ય કરવાનો છે.
મધ્યસ્થ બેન્કે ભાર પૂર્વક કહ્યુ કે, પીસીએ ફ્રેમવર્ક, નિયમોમાં નિર્ધારિત સુધારાત્મક પગલાંઓ ઉપરાંત, કોઈપણ સમયે યોગ્ય લાગે તેમ અન્ય કોઈપણ પગલાં લેવાથી ભારતીય રિઝર્વ બેંકને અટકાવતું નથી.
મૂડી, સંપત્તિની ગુણવત્તા અને લીવરેજ માટે ટ્રેક કરવા માટેના સૂચકાંકો અનુક્રમે CRAD/કોમન ઇક્વિટી ટિયર 1 રેશિયો, નેટ એનપે રેશિયો અને ટિયર 1 લિવરેજ રેશિયો હશે. કોઇપણ રિસ્ક થ્રેશોલ્ડના ભંગ પીસીએ લાદવામાં પરિણમી શકે છે. આ પીસીએ નિયમો ભારતમાં કાર્યરત તમામ બેંકોને લાગુ પડશે.