- જો તમે પણ સસ્તું ઘર ખરીદવા માંગો છો તો તમારી પાસે છે તક
- સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા સસ્તામાં પ્રોપર્ટીની હરાજી કરવા જઇ રહી છે
- આ હરાજી કાલથી એટલે કે 30 ડિસેમ્બરથી ચાલુ થશે
નવી દિલ્હી: જો તમે પણ પરવડે તેવી કિંમતે ઘર ખરીદવા માંગો છો તો તમારા માટે હાલમાં એક સારી તક છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સસ્તામાં પ્રોપર્ટીની હરાજી કરવા જઇ રહી છે. આ હરાજી કાલથી એટલે કે 30 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. જો તમે પણ પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો, આજે જ તમારા દસ્તાવેજ તૈયાર કરી દેજો, જેનાથી આપને બાદમાં મુશ્કેલીનો સામનો ના કરવો પડે. આ હરાજીમાં રહેણાંક, વ્યાપારિક હેતુસર તેમજ ઔદ્યોગિક એમ ત્રણ પ્રકારની પ્રોપર્ટી સામેલ છે. આપને જણાવી દઇએ કે આ એવી પ્રોપર્ટી છે જે ડિફોલ્ટની યાદીમાં આવી ચૂકી છે.
આપને જણાવી દઇએ કે જે પણ પ્રોપર્ટીના માલિક લોન પરત ચૂકવવામાં નિષ્ફળ નિવડ્યા છે અથવા કોઇ કારણોસર લોનની ભરપાઇ કરવામાં અસમર્થ રહ્યા છે તો તે લોકોની પ્રોપર્ટી બેંકો પોતાના કબજામાં લઇ લે છે. એસબીઆઇ સમયાંતરે આ પ્રકારની પ્રોપર્ટીની હરાજી કરતી રહે છે.
હરાજીમાં ભાગ લેવા માંગતા હોય તો આ તમામ બાબતોનું ધ્યાન રાખો
>> SBIએ આ ઇ-હરાજીના માધ્યમથી બાકીની વસૂલી માટે લોન ડિફોલ્ટરોની બંધક સંપત્તિ રાખી છે અને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક, ટ્વીટર, વગેરેની સાથે અગ્રણી અખબારોમાં જાહેરાત પ્રકાશિત કરી છે
>> બોલી મૂલ્ય વાસ્તવિક બજાર મૂલ્યથી ઓછી હશે. મેગા ઇ-હરાજી દરમિયાન, વ્યક્તિઓની પાસે રેસિડેન્સિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સંપત્તિઓની બોલી લગાવવાની તક હશે
>> આ ઉપરાંત પ્રોપર્ટી માટે EMD જોઈશે
>> KYC સંબંધિત તમામ દસ્તાવેજને શાખામાં જમા કરાવવા પડશે
>> વેલિડ ડિજિટલ સિગ્નેચરઃ બોલી લગાડનાર ડિજિટલ સિગ્નેચર કરવા માટે ઇ-હરાજીકર્તા કે કોઈ અન્ય અધિકૃતથ એજન્સી સાથે સંપર્ક કરી શકે છે
>> જ્યારે બોલી લગાડનારા ઇએમડી અને કેવાયસી દસ્તાવેજોને સંબંધિત શાખામાં જમા કરાવી દેશે, ત્યારબાદ રજિસ્ટર્ડ લોગ-ઇન આઇડી અને પાસવર્ડ ઇ-હરાજીકર્તા દ્વારા ઇમેલ આઇડીના માધ્યમથી મોકલવામાં આવશે
>> હરાજીના નિયમો અનુસાર બોલી લગાડનારને હરાજીની તારીખ દરમિયાન લોગ-ઇન કરીને બોલી લગાવવી પડશે
SBI ઓક્શન વિશે વધુ જાણકારી મેળવવા માટે તમે આ લિંક પર વિઝિટ કરી શકો છો…
>> bankeauctions.com/Sbi;
>> sbi.auctiontiger.net/EPROC/;
>> ibapi.in; and
>> mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp.
આગામી 7 દિવસમાં કુલ 758 રેસિડેન્સિયલ, 251 કોમર્શિયલ અને 98 ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીની હરાજી થશે. આગામી 30 દિવસમાં 3032 રેસિડેન્સિયલ, 844 કોમર્શિયલ અને 410 ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીની હરાજી થશે.
(સંકેત)