1. Home
  2. ગુજરાતી
  3. કૃષિ કાયદા પરત ખેંચાતા કરન્સી-ડેબ્ટ ક્ષેત્રે પ્રતિકૂળ અસર પડશે: રિપોર્ટ

કૃષિ કાયદા પરત ખેંચાતા કરન્સી-ડેબ્ટ ક્ષેત્રે પ્રતિકૂળ અસર પડશે: રિપોર્ટ

0
Social Share
  • કૃષિ કાયદા પાછા ખેંચાતા કરન્સી પર થશે અસર
  • ડેબ્ટ ક્ષેત્રે પણ પ્રતિકૂળ અસર પડશે
  • આ પ્રકારની અસરો જોવા મળશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે હવે જ્યારે કૃષિ કાયદાઓ પરત ખેંચ્યા છે ત્યારે તેની અસર કરન્સી બજાર તેમજ ડેબ્ટ બજાર પર પ્રતિકૂળ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

માર્કેટ નિષ્ણાતો અનુસાર તેનાથી ઓવરસીઝ ફંડ ઇન્ફ્લો ઘટવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા જેથી ડૉલર વધશે તથા રૂપિયો ઘટશે એવી ગણતરી બતાવાઇ રહી હતી. બોન્ડ યીલ્ડ વધવાની ગણતરી પર જાણકારોએ બતાવી છે. દરમિયાન, મુંબઇ કરન્સી બજારમાં આજે ડૉલરના ભાવ રૂ. 74.24 વાળા ઉંચામાં રૂ. 74.52 થઇ 74.40 રહ્યા હતા.

ડોલરના  ભાવ આજે રૂપિયા સામે 16 પૈસા  ઉછળ્યા  હતા. વિશ્વ બજારમાં  પણ આજે વિવિધ પ્રમુખ કરન્સીઓ  સામે ડોલરનો  ઈન્ડેક્સ  વધ્યાના નિર્દેશો મળ્યા હતા. ડોલરનો  ઈન્ડેક્સ 96.03  વાળો  ઉંચામાં  96.23  થઈ 96.08  રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન મુંબઈ બજારમાં  આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના  ભાવ પણ ઝડપી ઉછળ્યા હતા.  પાઉન્ડના  ભાવ રૂ.99.74 વાળા ઉંચામાં  રૂ.100 વટાવી  રૂ.100.09  થયા પછી  રૂ.99.90ના મથાળે બંધ  રહ્યા હતા.

જોકે યુરોપની  કરન્સી યુરોના ભાવ આજે ગબડયા હતા. યુરોપમાં  કોરોનાના કેસો ફરી ળદતાં  વિશ્વ બજારમાં   ડોલર સામે યુરો તૂટયો હતો. મુંબઈ બજારમાં  યુરોના ભાવ  રૂ.૮૪.૧૪ વાળા આજે   નીચામાં રૂ.૮૩.૭૮  થઈ રૂ.૮૩.૯૩ના મથાળે બંધ રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code