Site icon Revoi.in

હોળીની ઝાળ કઈ દિશામાં છે, તેનુ અવલોકન કરીને વર્ષ કેવું જશે એનો વરતારો નક્કી થશે

Social Share

અમદાવાદ,  02 માર્ચ, 2026: Observing the Holi lights will determine how the year will go ગુજરાતભરમાં આજે સાંજે હોળીકા દહન યોજાશે, અસત્ય પર સત્યની જીતનું પર્વ એટલે હોલિકા દહન, લોકો હોળીકાની પ્રદિક્ષણા અને દર્શન કરવા માટે ઉમટી પડશે. મહાનગરોથી લઈને નાના શહેરોમાં દરેક સોસાયટીઓ નજીક હોળીનું પ્રાગટ્ય કરાતુ હોય છે. હવે તો વૈદિક હોળી પ્રાગટ્યનું મહાત્મ્ય વધી રહ્યું છે. આજે સાંજે હોલિકા દહનની સાથે સાથે હોળીની ઝાળ પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનો વરતારો પણ આગાહીકારો દ્વારા આપવામાં આવશે. હોળીના પર્વ મુજબ આગાહીકારો ભડલી વાક્ય મુજબ આગામી વર્ષનો વરતારો કરતા હોય છે. હોળી જ્યારે પ્રગટાવવામાં આવે ત્યારે આગાહીકારો તેની ઝાળ કઈ દિશામાં જાય છે તેનું અવલોકન કરતા હોય છે અને તેના પરથી વરતારો આપે છે.

કૃષિપ્રધાન ગણાતા ભારત અને ગુજરાતમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન કેવો અને કેટલો વરસાદ પડશે. અને ખેતીપાક માટે વર્ષ 16 આની નિવડશે કે કેમ તે જાણવાની ખેડૂતોને ઈંન્તેજારી રહેતી હોય છે. અને હોળીકા દહન કરવામાં આવે ત્યારે આગાહીકારો દ્વારા ભડલીવાક્ય મુજબ આગામી વર્ષમાં વરસાદ કેવું રહેશે તેનો વરતારો કાઢતા હોય છે. કઈ દિશામાં હોળીની ઝાળ જાય તો વર્ષ કેવું રહેશે એનો વર્તારો અનુભવી જાણકારો દ્વારા આપવામાં આવતો હોય છે.

પ્રાચીન ભારતમાં વર્ષાઋતુના વરસાદની આગાહી અંગે કેટલીક પદ્ધતિઓ પ્રચલિત હતી અને તે આજે પણ પ્રચલિત છે. જેમાં રોહિણીનો વાસ, વર્ષા સ્થંભ, વર્ષાઋતુ સમયે વાહન, ચોક્કસ તિથીઓમાં પવનની દિશા, સર્વતોભદ્ર ચક્ર, સપ્તશલાકા ચક્ર, સપ્તનાડી ચક્ર, ભડલીના વાક્યો, અખાત્રીજના પવનની દિશા, હોળીના જ્વાળાની દિશા, નાના નાના જીવ જંતુઓની હરકતો, વગેરે પરથી આગામી ચોમાસામાં વરસાદનો વરતારો કાઢવાની પરંપરા આપણે ત્યાં છે અને ખેડૂતોને આજે પણ તેમાં વિશ્વાસ છે.

Exit mobile version