Site icon Revoi.in

CAનું બન્ને ગૃપનું પરિણામ 16.23 ટકા, અમદાવાદની યુવતી ઈન્ટર મિડિયેટમાં સેકન્ડ રેન્ક

Social Share

અમદાવાદઃ ICAI (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) દ્વારા ગત સપ્ટેમ્બરમાં લેવાયેલી CA પરીક્ષાઓનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં ફાઇનલ એક્ઝામિનેશન (બંને ગ્રુપ)નું પરિણામ 16.23% (16,800માંથી 2,727 પાસ), ઇન્ટરમીડિયેટ એક્ઝામ (બંને ગ્રુપ)નું પરિણામ 10.06% (36,398માંથી 3,663 પાસ) અને ફાઉન્ડેશન એક્ઝામનું પરિણામ 14.78% (98,827માંથી 14,609 પાસ) રહ્યું છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા ગત સપ્ટેમ્બરમાં સત્ર ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓનાં પરિણામો આજે જાહેર કર્યાં છે. ICAIએ સમયપત્રક પહેલાં જ પરિણામો જાહેર કર્યાં છે. દેશમાં એલ. રાજલક્ષ્મીએ ફાઉન્ડેશન પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે, નેહા ખાનવાનીએ ઇન્ટરમીડિયેટમાં અને મુકુંદ અગીવાલે ફાઇનલ પરીક્ષામાં સ્થાન મેળવ્યું છે. રાજકોટના ઉમેદવાર જિગર રાચ્છનો ફાઉન્ડેશનમાં ભારતમાં 20મો રેન્ક આવ્યો છે. જ્યારે  અમદાવાદની ક્રિતી શર્માનો CA ઇન્ટરમીડિયેટમાં ભારતમાં સેકન્ડ રેન્ક આવ્યો છે. આ પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ icai.org, icai.nic.in અને caresults.icai.org પર જઈને તેમનાં પરિણામો ચકાસી શકે છે.

ફાઈનલ એક્ઝામિનેશનનાં બંને ગ્રુપનું 16.23 ટકા પરિણામ આવ્યું છે. 16,800માંથી 2,727 ઉમેદવાર પાસ થયા છે. ઇન્ટરમીડિયેટ એક્ઝામનાં બંને ગ્રુપનું 10.06 ટકા પરિણામ આવ્યું છે, જેમાં 36,398માંથી 3,663 ઉમેદવાર પાસ થયા છે. ફાઉન્ડેશન એક્ઝામનું 14.78 ટકા પરિણામ જાહેર કરાયું છે, જેમાં 98,827માંથી 14,609 ઉમેદવાર પાસ થયા છે. રાજકોટના ઉમેદવાર જિગર રાચ્છનો ભારતમાં 20મો રેન્ક આવ્યો છે. CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદના 6 ઉમેદવારોનો ટોપ 50માં સમાવેશ થયો છે. તેમજ CA ફાઈનલમાં ટોપ 50માં અમદાવાદના 5 ઉમેદવારનો સમાવેશ થયો છે. અમદાવાદની ક્રિતિ શર્માનો CA ઇન્ટરમીડિયેટમાં ભારતમાં રેન્ક 2 આવ્યો છે.

આ વર્ષે દેશભરમાંથી 2.5 લાખથી વધુ ઉમેદવારોએ ફાઉન્ડેશન પરીક્ષા આપી હતી. કુલ 98,827 ઉમેદવારોએ ફાઉન્ડેશન પરીક્ષા આપી હતી, જેમાંથી 14,609 પાસ થયા હતા. ચેન્નઈની એલ. રાજલક્ષ્મી 360 માર્ક્સ(90%) સાથે ફાઉન્ડેશન પરીક્ષામાં ટોપ પર રહી હતી, ત્યાર બાદ પ્રેમ અગ્રવાલ (354 માર્ક્સ) અને નીલ રાજેશ શાહ (353 માર્ક્સ) બીજા ક્રમે રહ્યા હતા.

CA ફાઈનલ પરીક્ષામાં 535 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી 124 ઉમેદવારો પાસ થયા છે. CA ફાઉન્ડેશનમાં 3269 ઉમેદવારે પરીક્ષા આપી હતી, જેમાંથી 618 ઉમેદવાર પાસ થયા છે. CA ફાઉન્ડેશનમાં અમદાવાદના સુમિત હસરાજનીનો 10મો રેન્ક, ઇશા અરોરાનો 20મો રેન્ક, આલોક પંચોરીનો 23મો રેન્ક, મોક્ષિલ મહેતાનો 27મો રેન્ક, સક્ષમ જૈનનો 34મો રેન્ક આવ્યો છે. CA ઇન્ટરમીડિયેટમાં ક્રિતી શર્માનો 2 રેન્ક, ખુશવંત કુમારનો 18મો રેન્ક, પાર્થ જેટનીનો 25મો રેન્ક, પ્રીત ઠક્કરનો 25મો રેન્ક, દર્શિત વાસાણિયાનો 29મો રેન્ક, દિયા શાહનો 40મો રેન્ક આવ્યો છે.