કંબોડિયાના રાજા નોરોદોમ સિહામોની ભારતની ત્રણ દિવસની મુલાકાતે દિલ્હી પહોચ્યા – પીએમ મોદી સહીત રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત
દિલ્હીઃ- ભારતના વિદેશ સાથેના સંબંધો ખૂબ સારા જોવા મળે છે વિશ્વભરમાં પીેમ મોદીની લોકપ્રિયતા તે રીતે વધી રહી છએ કે અનેક દેશોના નેતાઓ ભારતની મુલાકાત લઈ રહ્યા છએ અને ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનાવાની દિશામાં કામ કરી રહ્યા છએ ત્યારે કંબોડિયાના રાજા નોરોદોમ સિહામોની ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે નોરોદોમ સિહામો આજરોજ દિલ્હી પહોંચ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહે કંબોડિયન રાજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .આ સાથે જ 30મે મંગળવાર અટલે કે આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજા દ્વિપક્ષીય બેઠકયોજી શકે છે.
કંબોડિયાના રાજાની આ ભારત મુલાકાત છ દાયકા પછી થઈ રહી છે.આ માટે તેઓની મુલાકાત ખાસ મનાઈ રહી છે આ સહીત ભારત અને કંબોડિયા ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધોનો આનંદ માણે છે જે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો અને લોકો વચ્ચેના ગાઢ સંબંધો દ્વારા વર્ગીકૃત થયેલ છે.
આ સાથે જ આવતીકાલે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. આ પછી તેઓ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ કંબોડિયન રાજા સાથે મુલાકાત કરશે.
આ સહીત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રતિષ્ઠિત મહેમાનોના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કરશે. ભારત અને કંબોડિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂરા થવાના અવસરે આ મુલાકાત થઈ રહી છે.