Site icon Revoi.in

કેનેડાઃ બિશ્નોઈ ગેંગને ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી ગેંગ જાહેર કરાયો

Social Share

નવી દિલ્હીઃ કેનેડાએ બિશ્નોઈ ગેંગને ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી સંસ્થા તરીકે જાહેર કરી છે. બિશ્નોઈ ગેંગને આતંકવાદી સૂચિમાં સામેલ થતાં જ કેનેડામાં આ જૂથની માલિકીની કોઈપણ વસ્તુ, જેમાં મિલકત, વાહનો અને પૈસા કેનેડિયન કાયદા અમલીકરણ દ્વારા સ્થગિત અથવા જપ્ત કરી શકાય છે.

આ સૂચિના કાયદા હેઠળ સંપતિની જપ્તીની સાથે આતંકવાદી ગુનાઓ, જેમાં ધિરાણ, મુસાફરી અને ભરતી સંબંધિત ગુનાઓનો સામે કાર્યવાહી કરી શકાય. કેનેડાના જાહેર સલામતી મંત્રી ગેરી આનંદ સાંગરીએ જણાવ્યું હતું કે બિશ્નોઈ ગેંગ દ્વારા ચોક્કસ સમુદાયોને આતંક, હિંસા અને ધાકધમકી માટે નિશાન બનાવવામાં આવ્યા છે.

એક નિવેદનમાં, કેનેડા સરકારે કહ્યું કે, બિશ્નોઈ ગેંગ કેનેડામાં હાજરી ધરાવે છે અને નોંધપાત્ર ડાયસ્પોરા સમુદાયો ધરાવતા વિસ્તારોમાં સક્રિય છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે આ ગેંગ હત્યા, ગોળીબાર અને આગચંપીમાં સામેલ છે, અને ખંડણી અને ધાકધમકી આપી આતંક પેદા કરે છે. તેઓ આ સમુદાયોમાં અસુરક્ષાનું વાતાવરણ બનાવે છે. આ સંગઠનના ઉમેરા સાથે, હવે કેનેડાના ક્રિમિનલ કોડ હેઠળ 88 આતંકવાદી સંસ્થાઓ સૂચિબદ્ધ છે.