Site icon Revoi.in

ઉમેદવારો મહાપાલિકાની ચૂંટણીમાં 9 લાખ અને જિલ્લા પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે

Social Share

અમદાવાદ, 3 એપ્રિલ 2026: Election rules for candidates ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત ચાલી રહી છે. ચૂંટણીમાં ઉમેદવારો કેટલો ખર્ચ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે. નવા નિયમો મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હવે ઉમેદવાર 9 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે, જે અગાઉ માત્ર 6 લાખ રૂપિયા હતો. તેવી જ રીતે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર દીઠ ખર્ચ મર્યાદા વધારીને રૂ. 6 લાખ રૂપિયા કરવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વાજની ચૂંટણીમાં ઉમેદવારો કેટલો ખર્ચ કરી શકે તે માટે મર્યાદા નક્કી કરી છે. વર્ષ 2021ના જૂના ઠરાવમાં સુધારો કરીને મોંઘવારી અને વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી આ મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હવે ઉમેદવાર 9 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે, જે અગાઉ માત્ર 6 લાખ રૂપિયા હતો. તેવી જ રીતે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર દીઠ ખર્ચ મર્યાદા વધારીને રૂ. 6 લાખ રૂપિયા કરવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા છેલ્લે 2021માં ખર્ચ મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને છેક ગ્રામ પંચાયત સુધીની ચૂંટણીઓમાં પ્રચારના સાધનો, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને અન્ય ખર્ચાઓ વધતા ઉમેદવારો દ્વારા મર્યાદા વધારવાની માંગ કરવામાં આવતી હતી. આ નિર્ણયથી ઉમેદવારો હવે વધુ વ્યવસ્થિત રીતે પ્રચાર કરી શકશે, પરંતુ સાથે જ તેમણે આ ખર્ચનો સચોટ હિસાબ પંચને આપવો પડશે. આગામી દિવસોમાં જ્યારે ચૂંટણીનો જંગ જામશે, ત્યારે આ નવી મર્યાદા ઉમેદવારો માટે રાહતરૂપ સાબિત થશે.

Exit mobile version