1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુન્દ્રા નજીક નદીના ધસમસતા પ્રવાહમાં 5 પ્રવાસીઓ સાથે કાર તણાઈ, પોલીસે તમામનું રેસ્ક્યુ કર્યું
મુન્દ્રા નજીક નદીના ધસમસતા પ્રવાહમાં 5 પ્રવાસીઓ સાથે કાર તણાઈ, પોલીસે તમામનું રેસ્ક્યુ કર્યું

મુન્દ્રા નજીક નદીના ધસમસતા પ્રવાહમાં 5 પ્રવાસીઓ સાથે કાર તણાઈ, પોલીસે તમામનું રેસ્ક્યુ કર્યું

0
Social Share

ભૂજઃ કચ્છમાં નખત્રાણા સહિત અનેક તાલુકાઓમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભારે વરસાદ પડતા નદીઓમાં પૂર આવ્યા છે. ગત રાત્રિ સુધી પડેલા સાર્વત્રિક વરસાદથી જિલ્લામાં અનેક સ્થળે જળમગ્ન સ્થિતિ નિર્માણ પામી હતી. ત્યારે મુન્દ્રા તાલુકાના લૂંણી પાસેની પાપડી નદીમાં પૂર આવ્યુ હતું તે દરમિયાન નદી પરના બેઠા પુલ પરથી પસાર થતી એક કાર 4થી 5 ફૂટ ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી. તણાઈ ગયેલી કાર સેંકડો ફૂટ દૂર બાવળની ઝાડીમાં ફંગોળાઈ ગઈ હતી. જેમાં 5 લોકો સવાર હતા. પાંયેય લોકો કાર ઉપર ચડી ગયા હતા અને સ્થિર અવસ્થામાં બેસી મદદની બુમો પાડતા હતા. દરમિયાન ગ્રામજનોને આ ઘટનાની જાણ મુન્દ્રા મરીન પોલીસને કરતા પીએસઆઈએ ગ્રામજનોની મદદથી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી પાંચ લોકોના જીવ બચાવી લીધા હતા.

આ અંગે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ નિર્મલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાત્રિના 10 વાગ્યા પછીનો સમય હતો, હું દિવસના સમયે બંદોબસ્તમાં રહી ફરજ પૂરી કરી ઘરે પહોંચ્યો હતો, ત્યાં સ્ટાફના લોકોનો ફોન આવ્યો કે લૂંણીની પાપડી નદીમાં એક સેલેરિયો કાર તણાઈ ગઈ છે, અને તેમાં પાંચ લોકો સવાર છે, જે હાલ મુસીબતમાં મુકાયા છે. આ બનાવનીની જાણ થતાંજ તુરંત સ્ટાફના અનવરભાઈને સાથે લઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં દૂર અંધારામાં બાવળની ઝાડી વચ્ચે એક કાર દેખાતી હતી અને બચાવો બચાવોની બુમો સંભળાતી હતી. હાજર સ્થાનિક લોકોએ રસ્સા વડે બચાવના પ્રયાસ કર્યા હતા પરંતુ સફળતા મળી ના હતી. અંતે ફાયર અને એનડીઆરની મદદ લેવાનું વિચાર્યું પણ તે ઉપલબ્ધ ના બનતા આખરે લાઈફ જેકેટ પહેરી કાર સુધી તરીને પહોંચ્યા હતા, ત્યાં રાસ્સો કાર સાથે બાંધી રાત્રીના અંધકારમાં અને જોશભેર વહેતા પાણીના પ્રવાહ વચ્ચે એક બાદ એક એમ પાંચેય વ્યક્તિને અંદાજીત 60થી70 મિટર લાબું અંતર કાપી કિનારે લાવી બચાવી લેવાયા હતા. જોકે બચાવ કાર્ય એટલું સરળ પણ ના હતું. અંદાજીત 4 થી 5 ફૂટ પાણી વચ્ચે કાર ઉપર બેઠેલા લોકોને સ્થિર બેસી રહેવાની સૂચના આપી હતી અને ઉપલબ્ધ લાઈફ જેકેટ આપ્યા હતા. જો બાવળની ઝાડીના ટેકે અટકેલી કાર સંતુલન ગુમાવે તો વહેતા પ્રવાહમાં તમામ લોકો તણાઈ જવાની પુરી સંભાવના હતી. સદભાગ્યે વરસાદ પણ બંધ રહી જતા બચાવમાં ફાયદો મળ્યો હતો આખરે સૌ કોઈના સાથ સહકારથી પાંચ જિંદગી બચી જતા ઉપસ્થિત દરેકના જીવમાં જીવ આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code