1. Home
  2. મહિલા – Women

મહિલા – Women

રાજ્યની ૧૩ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના

ગાંધીનગર, 23 જાન્યુઆરી, 2026 – Balika Panchayat formed in Gujarat વિજ્ઞાન હોય કે વહીવટ, રમતગમત હોય કે રાષ્ટ્રની સુરક્ષા, દીકરીઓએ દરેક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના મંત્રને આત્મસાત કરી, ગુજરાત સરકાર દીકરીઓના જન્મને વધાવવાથી લઈને તેમને શિક્ષણ આપી આત્મનિર્ભર બનાવવા સુધીના તમામ પડાવ પર મક્કમતાથી કામ […]

મહિલાઓ માટે સુરક્ષિત ટોપ ટેન શહેરમાં ગુજરાતના આ શહેરનો પણ સમાવેશ

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ભારતમાં મહિલાઓની સુરક્ષા, કરિયર ગ્રોથ અને રહેવાની આઝાદીના મામલે કયા શહેરો શ્રેષ્ઠ છે, તેને લઈને એક નવો રિપોર્ટ ‘ટોપ સિટીઝ ફોર વુમન ઇન ઇન્ડિયા’ (TCWI) જાહેર થયો છે. વર્કપ્લેસ કલ્ચર કન્સલ્ટિંગ ફર્મ ‘અવતાર ગ્રુપ’ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ચોથા એડિશન મુજબ, દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોને પાછળ છોડીને […]

ગુજરાતની ખેતી બેન્કના બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરે ટાટા મુંબઈ મેરાથોન 2026 માં રજત પદક જીત્યો

ગાંધીનગર, 20 જાન્યુઆરી, 2026 – Tata Mumbai Marathon 2026 ગુજરાતની ખેતી બેન્કના બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરે ટાટા મુંબઈ મેરાથોન 2026માં રજત પદક જીત્યો લીધો છે. અદભુત ધીરજ અને રમતગમતની કુશળતાનો પરિચય આપતા, પાટણ તાલુકાના હાજીપુર ગામની સરળ પૃષ્ઠભૂમિમાંથી આવેલા નિરમા ઠાકોરે 19મી ટાટા મુંબઈ ફુલ મેરેથોન 2026માં ઇન્ડિયન ઈલાઈટ મહિલા વર્ગમાં વિજય મેળવ્યો. ગરીબ ખેડૂતની […]

પુસ્તકોની દુનિયાઃ મુક્તિ વૃત્તાંત –  બહુ ઓછી આત્મકથાઓમાં આવી હિંમત હોય છે

આત્મકથાઓ ઘણી વાંચી છે. ઘણી ગમી છે, તો કોઈક નથી ગમી એવું પણ બન્યું છે. આત્મકથા એટલે જીવનને પાછું વળીને કે દૂર ઊભા રહીને વિતેલા, વહી ગયેલા  સમયને પોતાના સંદર્ભમાં ફરી એકવાર વાગોળી જોવાનું જીવનકાર્ય. “સત્યના પ્રયોગો” ગાંધીજી લખી શકે. સામાન્ય માનવીનું એ ગજું, હિંમત નહિ. પોતાની જાતને તદ્દન નિવસ્ત્ર કરવી, યથાતથા  ઉઘાડી પાડવી એ […]

મુસ્લિમ સ્ત્રીઓ મૌન રહે તેવી અપેક્ષા રખાય છે, પણ મેં પિતૃસત્તાને પડકારી છેઃ બુકર વિજેતા બાનુ મુશ્તાક

જયપુર, 16 જાન્યુઆરી, 2026: Muslim women are expected to remain silent જયપુર લિટરેચર ફેસ્ટિવલ (JLF) 2026ના મંચ પરથી પ્રતિષ્ઠિત ‘ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ‘ વિજેતા અને કન્નડ લેખિકા બાનુ મુશ્તાકે પોતાના જીવન અને સંઘર્ષની કથા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક મુસ્લિમ મહિલા લેખિકા તરીકે તેમનો માર્ગ ક્યારેય સરળ રહ્યો નથી. સમાજ અને સત્તાના માળખા હંમેશા […]

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026નું સમાપન: ભારત@2047 પર વ્યાપક ચર્ચા

સુરત, જાન્યુઆરી 2026: Surat Literature Festival 2026 concludes સુરત લિટરેચર ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે સંપન્ન થઈ. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં નીતિ નિર્ધારકો, સંરક્ષણ નિષ્ણાતો, શિક્ષણવિદો, પત્રકારો, કલાકારો અને સાંસ્કૃતિક ક્ષેત્રો સાથે જોડાયેલી હસ્તીઓએ ગહન ચર્ચા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિમાં ભાગ લીધો હતો. 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ […]

પતિની મદદથી પોલીસ અધિકારી બનેલી પત્ની હવે છૂટાછેડા માગે છેઃ કેમ?

ભોપાલ, 12 જાન્યુઆરી, 2026 – પતિ તરફથી તમામ મદદ મેળવીને પોલીસ અધિકારી બનેલી પત્નીને હવે તેના પતિની કામગીરી, તેનો પહેરવેશ અને સામાજિક દરજ્જો પસંદ નથી. અને એ કારણે એ પત્નીએ તેના પૂજારી પતિથી છૂટાછેડા માટે અરજી દાખલ કરી દીધી છે. મીડિયા અહેવાલો અનુસાર, ભોપાલના એક મંદિરના પૂજારીએ પોતાની જીવનભરની બચત પત્નીને પોલીસ અધિકારી બનાવવા ખર્ચી […]

કપિલ દેવ, શ્રીધર વેમ્બુ, અરુણ ગોવિલ સહિત મહાનુભાવો આવશે ગુજરાત

૧૩મી જાન્યુઆરીથી ત્રણ દિવસ હણોલ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો ભાવનગર, 10 જાન્યુઆરી, 2026 – Kapil Dev, Sriram Vembu, Arun Govil પાલિતાણા તાલુકાના હણોલ ગામે તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-૨૦૨૬’ ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ બનવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશ અને રાજ્યના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો […]

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026: ત્રણ દિવસમાં 30થી વધુ વક્તા 2047ના ભારતનું મંથન કરશે

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026, 9 થી 11 જાન્યુઆરી દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે [અલકેશ પટેલ] સુરત, 5 જાન્યુઆરી, 2026 – Surat Literature Festival 2026 સાહિત્ય, પુસ્તકો અને કળા-સંસ્કૃતિના માધ્યમથી વર્તમાન ભારતનું ચિત્ર રજૂ કરીને દેશના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ચિંતન-મનન કરવાનો ઉત્સવ આવતા શુક્રવારે 9મી જાન્યુઆરીએ સુરતમાં શરૂ થઈ રહ્યો છે. 2020માં સુરત […]

પ્રદૂષણ નિયંત્રણ જહાજ ‘ICGS સમુદ્ર પ્રતાપ’ કાર્યરત; કોસ્ટ ગાર્ડમાં પ્રથમવાર મહિલા અધિકારીઓની નિયુક્તિ

ગોવા, 05 જાન્યુઆરી 2026: Pollution control ship ‘ICGS Samudra Pratap’ operational ભારતના શિપબિલ્ડિંગ ક્ષેત્રે ‘આત્મનિર્ભરતા‘ તરફ એક મોટું કદમ ભરતા, રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે ગોવા ખાતે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ (ICGS) ‘સમુદ્ર પ્રતાપ’ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) દ્વારા નિર્મિત આ ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલું ‘પોલ્યુશન કંટ્રોલ વેસલ’ (પ્રદૂષણ નિયંત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code