1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

50 ટકા યુએસ ટેરિફ ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી: RBI

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત પર ૫૦ ટકા યુએસ ટેરિફ ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી. વોશિંગ્ટન, ડીસીમાં આઈએમએફ-વર્લ્ડ બેંકની બેઠકો દરમિયાન એક કાર્યક્રમમાં બોલતા, મલ્હોત્રાએ કહ્યું કે ભારતનો સ્થાનિક-સંચાલિત અર્થતંત્ર તરીકેનો દરજ્જો યુએસ ટેરિફની નકારાત્મક અસરને નહિવત કરે છે.ભારતીય વેપાર વાટાઘાટ ટીમ યુએસ અધિકારીઓ સાથે […]

ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર 41.88 અબજ ડોલર સુધી પહોંચ્યો

ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને સાઉદી અરેબિયાના ઉદ્યોગ અને ખનિજ મંત્રાલય વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારતીય પક્ષનું નેતૃત્વ રસાયણો અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવ શ્રીમતી નિવેદિતા શુક્લા વર્માએ કર્યું હતું. સાઉદી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉદ્યોગ અને ખનિજ નાયબ મંત્રી મહામહિમ એન્જિનિયર ખલીલ બિન ઇબ્રાહિમ બિન સલામાહએ કર્યું હતું. સાઉદી અરેબિયા […]

ધનતેરસ પહેલા સોના-ચાંદીમાં તેજી યથાવત : 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ. 772નો વધારો

નવી દિલ્હીઃ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી, જ્યારે ધનતેરસના તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં 300 પોઈન્ટનો વધારો થયો છે અને તે 82,350ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100 પોઈન્ટ વધીને 25,250ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો […]

ટેરિફ એટેક છતાં, ભારત રશિયા પાસેથી સૌથી વધારે તેલ ખરીદનાર દેશ

નવી દિલ્હી: રશિયા ભારત માટે તેલનો સૌથી મોટો સ્ત્રોત રહ્યો છે, જે સપ્ટેમ્બર 2025 માં 34% ક્રૂડ ઓઇલ સપ્લાય સાથે યાદીમાં ટોચ પર છે. જોકે, કોમોડિટીઝ અને શિપિંગ માર્કેટ ટ્રેકર કેપ્લરના તાજેતરના અહેવાલ મુજબ, 2025 ના પ્રથમ આઠ મહિનામાં રશિયન તેલની આયાતમાં 10% ઘટાડો થવાનો અંદાજ છે. ભારતે સપ્ટેમ્બરમાં દરરોજ 4.5 મિલિયન બેરલ (bpd) થી […]

વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા ડેટા સેન્ટર કેમ્પસના નિર્માણ માટે અદાણી અને ગુગલ વચ્ચેભાગીદારી

અમદાવાદ : આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને નવા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે અદાણી એન્ટરપ્રાઇઝે, તેની સંયુક્ત સાહસ કંપની AdaniConneX  અને ગુગલ વચ્ચે એક સીમાચિહ્નરૂપ ભાગીદારી કર્યાની આજે જાહેરાત કરી હતી. વિશાખાપટ્ટનમમાં ગુગલના AI હબના નિર્માણ માટે ૨૦૨૬થી ૨૦૩૦ના પાંચ વર્ષ દરમિયાન અંદાજે USD 15 બિલિયનનું બહુપક્ષીય રોકાણની ધારણા છે, […]

ભારતમાં ફુગાવો 0.45 ટકાની આસપાસ રહેવાની શક્યતા

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં ફુગાવો આવતા મહિને 0.45 ટકાની આસપાસ રહેવાની શક્યતા છે, જે નિર્ણાયક પગલાં માટે મજબૂત આધાર પૂરો પાડે છે. અહેવાલમાં જણાવાયું છે કે બજારના વિવિધ વિભાગો અને સામાન્ય જનતાનો સામૂહિક અવાજ હોવાના કારણે, અમારું માનવું છે કે RBI અને MPC આ ચોક્કસ સમયે બદલાતી ભાવના પર […]

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એક અદ્યતન સર્વાંગી ન્યુરો -પુનર્વસન સેન્ટર “સંકલન”નું અનાવરણ કરાયું

અમદાવાદ : જરૂરિયાતમંદ લોકોનો ગુણવત્તાયુક્ત અને રાહતદરે ન્યુરો રિહેબિલિટેશનની સુલભતા સુનિશ્ચિત કરવાની દિશામાં નોધપાત્ર પગલુ ભરતાં ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા રવિવારે અમદાવાદમાં એક અત્યાધુનિક ન્યુરો પુનર્વસન સુવિધા સેન્ટર “સંકલન”નું અનાવરણ કરવામાં આવ્યું. ૩૦,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સેન્ટરમાં મોટાભાગે સમાજના વંચિત વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓને સેવાઓ પુરી પાડવામાં આવશે. ન્યુરો રિહેબિલિટેશનના ભવિષ્યને રિડિફાઈન કરવા માટે […]

અમેરિકા-ચીન ટ્રેડ વોર ફરી શરૂ થયું, ટ્રમ્પે ડ્રેગન પર 100% ટેરિફ લાદ્યો

અમેરિકન ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ દુર્લભ ખનિજોના નિકાસ પર ચીન દ્વારા પ્રતિબંધ મૂક્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પે આને ચીનનું આક્રમણ ગણાવતા હવે ચીની ઉત્પાદનો પર વધુ ટેરિફની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે 1 નવેમ્બર, 2025 થી, યુએસ ચીનથી આયાત થતા તમામ ઉત્પાદનો પર વધારાનો 100% ટેરિફ લાદશે. આ ટેરિફ […]

ગૌતમ અદાણીએ સિનેમાને રાષ્ટ્રનિર્માણનો આત્મા ગણાવી બજારો અને મીડિયામાં ખોટી સ્ક્રિપ્ટો સામે વિદ્યાર્થીઓને ચેતવ્યા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ખાતે ફિલ્મ વિશે ભણતા વિદ્યાર્થીઓને ખાસ ભાષણ આપ્યું હતું. સિનેમા રાષ્ટ્ર નિર્માણનો આત્મા ગણાવતા તેમણે ઉદ્યોગના અગ્રણીઓને ચેતવણી આપતા જણાવ્યું કે કોઈપણ કથાવસ્તુ ભલે તે કલા, મીડિયા કે બજારોમાં હોય પણ તે ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે. “જીના યહાં, મરના યહાં: રાષ્ટ્ર નિર્માણનો સિનેમેટિક આત્મા” શીર્ષક ધરાવતા […]

ભારત અને યુકે વચ્ચેનો વેપાર કરાર બંને મુખ્ય અર્થતંત્રો માટે સહિયારા વિકાસ અને સમૃદ્ધિ માટેનો રોડમેપઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચે થઈ રહેલો વેપાર કરાર બંને મુખ્ય અર્થતંત્રો માટે સહિયારા વિકાસ અને સમૃદ્ધિ માટેનો રોડમેપ છે. આ કરાર ફક્ત બજારની પહોંચ વધારશે નહીં પરંતુ બંને દેશોમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને મજબૂત બનાવશે અને લાખો યુવાનો માટે નવી રોજગારીની તકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code